ધ્રોલના ખારવા ગામમાં ૩૬ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત

  • October 10, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર-જીલ્લામાં યુવા વયે હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવો વધી રહયા છે, ગત મહીનાઓમાં જામનગર અને દ્વારકામાં નાની વયે હાર્ટએટેકના બનાવો સામે આવતા ચિંતાની લાગણી પ્રસરી છે, દરમ્યાન ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ૩૬ વર્ષના શ્રમીક યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.



મુળ એમપીના ધાર જીલ્લાના ભમોરી ગામના વતની અને હાલ ધ્રોલના ખારવા ગામમાં સુરેશભાઇ હીંસુની વાડીએ રહીને ખેતમજુરી કામ કરતા શોભારામ મોહનસીંગ ડાવર (ઉ.વ.૩૬) નામના આદીવાસી યુવાન ગઇકાલે બપોરે અચાનક હૃદયનો હુમલો આવતા ધ્રોલ સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે સારવાર દરમ્યાન તપાસીને હાર્ટએટેકથી મરણગયાનું જણાવ્યુ હતું. 


આ અંગે ગુડીબાઇ શોભારામ દ્વારા ધ્રોલ પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેતમજુર યુવાનનું હૃદય બંધ પડી જતા મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ હતી, ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહીનાથી હાલારમાં હાર્ટએટેકથી યુવા વર્ગમાં મૃત્યુના બનાવનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહયું છે, જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application