ખંભાળિયા: વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
સ્કુટર, ૧૧ બોટલ સહિત અડધા લાખનો મુદામાલ કબ્જે
ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા નામના ૩૦ વર્ષના ગરાસીયા શખ્સને પોલીસે રૂપિયા ૩,૩૪૦ ની કિંમતને વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૧ બોટલ તથા સ્કૂટર અને મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૫૦,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દારૂ નો જથ્થો તેણે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે સલાયા મરીન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.