ખાંભોદરમાં ગાંજાના છોડ સાથે પકડાયેલો શખ્સ રાજકોટ જેલહવાલે

  • October 31, 2020 07:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

  • એસ.ઓ.જી.એ પીટ એનડીપીએસ એકટ હેઠળ દરખાસ્ત તૈયાર કરતા રાજયના સીઆઇડી ક્રાઇમ દ્વારા મળી મંજુરીની મહોર


પોરબંદર નજીકના ખાંભોદરમાં ગાંજાના છોડ સાથે પકડાયેલ શખ્સને રાજકોટ જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.
અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર તરફથી ગેરકાયદેસર નશીલા અને કેફી દ્રવ્યોના જથ્થાનું ઉત્પાદન/વાવેતર અને વેચાણ કરનાર ઇસમો વિધ્ધ અસરકારક કામગીરી કરવા અને આવા ગુન્હામાં પકડાયેલ ઇસમો ફરીથી આવી ગે.કા. માદક દ્રવ્યોની પ્રવૃતિ ન કરે તે સા તેઓ વિધ્ધ પીટ એનડીપીએસ એકટ હેઠળ દરખાસ્ત કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇ/ચા પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા દ્વારા અગાઉ એન.ડી.પી.એસ.ના કેસોમાં પકડાયેલ ઇસમ વિધ્ધ દરખાસ્ત તૈયાર કરી જરી અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવેલ જે અન્વયે પો.ઇન્સ. કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલ એસઓજી પોરબંદરનાઓએ તા. 25/5/2020 ના રોજ ખાંભોદર ગામેથી કેશુ નાથાભાઇ ગોઢાણીયા રહે. ખાંભોદર વાળાને વાવેતર કરેલ ગાંજાના લીલાછોડના જથ્થો વજન 3 કીલો 790 ગ્રામ સાથે પકડેલ તે ઇસમ વિધ્ધ પીટ એનડીપીએસ એકટ હેઠળ અટકાયત કરવા અંગે દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગરનાઓને મોમકલી આપવામાં આવેલ અને તેઓ તરફથી આરોપીને કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવાના અધિનિયમ 1988 ની કલમ-3(1) મુજબ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતા મજકુર આરોપી કેશુ નાથાભાઇ ગોઢાણીયા ઉ.વ. 47 રહે. ખાંભોદર ગામ નાગકા રોડ ગૌશાળાની પાસે તા.જી. પોરબંદર વાળાને સદરહું હુકમની બજવણી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. આ સમાજમાં આવી ગેરકાયદેસર માદક દ્રવ્યોનો વ્યાપાર કરતા તેમજ સેવન કરતા ઇસમોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવામાં આ કાયદાનો ખુબ જ સારો પ્રભાવ પડશે. સદરહું કામગીરી પીઆઇ કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલ, તથા એએસઆઇ કિશનભાઇ  ગોરાણીયા તથા હેડ કોન્સ. મહેબુબખાન બેલીમ, સરમણભાઇ રાતીયા તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, સંજયભાઇ ચૌહાણ, વિપુલભાઇ બોરીચા તથા મોહિતભાઇ ગોરાણીયા તથા ગીરીશભાઇ વાજા તથા માલદેભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application