ડ્રગ્સના ગુન્હામાં પેરોલ ઉપરથી 18 વર્ષ પૂર્વે ફરાર થઇ ગયેલો શખ્સ ઝબ્બે

  • November 19, 2020 02:41 PM 479 views

ઉપલેટા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પોરબંદરના શખ્સને 10 વર્ષની સજા થઇ હતી જેને અમદાવાદ મઘ્યસ્થ જેલમાંથી પેરોલ મળતા 18 વર્ષ 5ૂર્વે તે ફરાર થઇ ગયો હતો જેને પોરબંદર પોલીસે કલકત્તા જઇને પકડી પાડયો છે.

 

પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરની કચેરી તરફથી રાજયના પેરોલ/ફર્લો વચગાળાના જામીન, પોલીસ જપ્તામાંથી તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પેરોલ/ફર્લો સ્કોડની ટીમને સુચના કરવામાં આવેલ જે અન્વયે ઉપલેટા પો.સ્ટે.નાએન.ડી.પી.એસ.ના ગુનામાં 10 વર્ષની સજા થયેલ આરોપી ભરત ભગવાનજીભાઇ લાખાણી રહે. ઠક્કરપ્લોટ પોરબંદર વાળા સને-ર003માં વર્ષમાં અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયેલ હોય આ આરોપીને ઝડપી પાડવા પોલીસ ઇન્સ. કે.આઇ. જાડેજાનું ટેકનીકલ માર્ગદર્શન મેળવી પોલીસ સબ ઇન્સ. એચ.સી. ગોહિલ પેરોલ ફર્લો સ્કોડનાઓએ આરોપી અંગે માહિતી એકત્રીત કરી આરોપી તેના પત્ની તથા દિકરા સાથે કલકત્તા રહેતા હોવાની હીકકત મળતા પેરોલ/ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. પીયુષભાઇ બોદર તથા પોલીસ કોન્સ. પ્રકાશભાઇ નકુમ તથા દેવેન્દ્રસિંહ ગોહીલ તથા રોહીતભાઇ વસાવાની ટીમને કોલકત્તા મોકલવામાં આવેલ અને પેરોલ/ફર્લો ટીમે ટેકનીકલ સોર્સીસ તથા સ્થાનીક લોકોને બાતમીદાર તરીકે વિશ્ર્વાસમાં લઇ હકીકત મેળવી જાદવપોર પોલીસ સ્ટેશનના સ્થાનીક પોલીસની મદદ લઇ આરોપી ભરત ભગવાનજી લાખાણી રહે. ઠક્કર પ્લોટ પોરબંદર હાલ રહે. હરીપાડા દતલાઇન-ર4, પરગણાસ (વેસ્ટબંગાલ) ખાતેથી પકડી પાડી ધરપકડ કરેલ અને કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી એડીશ્નલ સેશન્સ કોર્ટ ગોંડલ ખાતે રજુ કરતા આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આમ છેલ્લા 18 વર્ષથી પેરોલ ફરારી આરોપીને વેસ્ટ બંગાલ માંથી પકડવામાં પેરોલ/ફર્લોની ટીમને સફળતા મળેલ છે.


આ કામગીરીમાં પીઆઇ કે.આઇ. જાડેજા એઇસ.ઓ.જી. તથા પીએસઆઇ એચ.સી. ગોહીલ, તથા એએસઆઇ એ.જે.સવનીયા તથા હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ બોદર તથા પોલીસ કોન્સ. પ્રકાશભાઇ નકુમ, દેવેન્દ્રસિંહ ગોહિલ, વજશીભાઇ વ તથા રોહિતભાઇ વસાવા પેરોલ/ફર્લો સ્કોડ પોરબંદર તથા એ.એસ.આઇ. રાજુભાઇ જોશી તથા પોલીસ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application