બળતામાં ઘી : પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને દિલ્હી મોકલવાનો મમતા બેનરજીનો ઇનકાર

  • May 31, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર વચ્ચેનો સંઘર્ષ આગામી દિવસોમાં વધુ વકરશે એવું દેખાય છે કારણકે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ બંદોપાધ્યાય ને દિલ્હી મોકલવાનો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇનકાર કરી દીધો છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને 31 મેના દિવસે એટલે કે આજે સવારે 10 વાગ્યા સુધીમાં દિલ્હીમાં રીપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એમને રીલિવ કરવામાં આવ્યા નથી અને મમતા બેનરજીએ તેમને દિલ્હી મોકલવાની સાફ ના પાડી દીધી છે.


આજે મુખ્ય સચિવ મુખ્યમંત્રી મમતા બેનર્જી ના નેતૃત્વ હેઠળ મળનારી બેઠકમાં હાજરી આપવાના છે અને આ બેઠકમાં વાવાઝોડા તેમજ કોરોનાવાયરસ મહામારી સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થવાની છે અને કેટલાક નિર્ણય પણ મમતા બેનર્જી લઈ શકે છે.


બીજી બાજુ એમ પણ માનવામાં આવે છે કે મુખ્ય સચિવને જેમ બને તેમ જલ્દી મોકલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે નિર્દેશ જારી કરવામાં આવે તેવી શક્યતા છે અને આમ બન્ને વચ્ચેનો ટકરાવ આગામી દિવસોમાં ખૂબ જ વધી જવાની સંભાવના દેખાઈ રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021