માલવિયાનગર પોલીસ ઉપર હુમલો કરી આરોપીને ભગાડવાનો પ્રયાસ

  • April 04, 2021 03:00 AM 

મુખ્યમંત્રીના શહેરમાં પોલીસ જ અસલામત: બહારથી કડકાઈ દેખાડતી પોલીસ અંદરથી ખોખલી ?
 

 

શહેરમાં લોકોની સુરક્ષા માટે 24 કલાક પોલીસ તૈનાત છે તેવી વાતો કરતાં પોલીસ અધિકારીઓ આમ જનતા સામે જ કડકાઈ દેખાડે છે, ગુનેગારો સામે પોલીસ વામણી પુરવાર થઈ રહી છે તેનો એક તાજો કિસ્સો આજે માલવિયાનગર પોલીસ વિસ્તારમાં બન્યો હતો. કૂખ્યાત ભરવાડ શખસને પકડવા ગયેલ પીએસઆઈ અને તેમની ટીમ ઉપર સરાજાહેર હમલો કરી આરોપીને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે 10 શખસો વિધ્ધ ગુનો નોંધી પાંચની ધરપકડ કરી છે.

 


શહેરના 150 ફૂટ રોડ પર બનેલા આ બનાવ પાછળ જમીનનો કબજો અને મારામારી કારણભૂત છે. પદ્મનાભમ ટાવરમાં રહેતા સમીર વલ્લભભાઈ પટેલ નામના યુવાનની જમીન માલવિયાનગર વિસ્તારના કૂખ્યાત (પોલીસે જ પોશીને મોટા કરેલા) રાજુ ઉર્ફે કૂકી ઘેલા ભરવાડ નામના શખસ અને તેના સાગરીતોએ પચાવી પાડી હોય જે અંગે તાલુકા પોલીસ મથકમાં અરજી થઈ હતી અને આ પ્રકરણમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવાની તૈયારીઓ થઈ ચૂકી હતી પરંતુ કોઈ કારણસર ભરવાડ શખસ અને તેની ટોળકીએ પટેલ યુવાન પર દબાણ લાવીને સમાધાન કરી લેતા અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

 


અરજી પાછી ખેંચી લીધા બાદ રાજુ ઉર્ફે કૂકી ભરવાડે આ બાબતનો ખાર રાખી આનંદબંગલા ચોકમાં સમીર વલ્લભ પટેલ ઉપર બે દિવસ પૂર્વે હમલો કર્યો હતો જે બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં કૂકી ભરવાડ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાયા બાદ આજે કૂકી ભરવાડ 150 ફૂટ રોડ ઉપર ચામુંડા હોટેલે બેઠો હોવાની માહિતીના આધારે માલવિયાનગર પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઈ વી.કે. ઝાલા, એએસઆઈ મસરીભાઈ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને કૂકી ભરવાડને દબોચી લીધો હતો.

 


કૂકી ભરવાડની ધરપકડ થતા ત્યાં હાજર કૂકીના સાગરીતો અન્ય 10 જેટલા શખસો ટોળું વળીને ભેગા થઈ ગયા હતા અને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન એક ભરવાડ શખસે હાથમાં પહેરેલું કડુ એએસઆઈ મસરીભાઈને માથામાં ઝીંકી દીધું હતું. જ્યારે અન્ય શખસોએ સોડાબોટલના ઘા કરતાં પીએસઆઈ વી.કે. ઝાલાના માથામાં સોડા બોટલ વાગી જતાં તેમને ઈજા થઈ હતી અને 6 ટાંકા આવ્યા છે.

 


સરાજાહેર પોલીસ ઉપર હમલો કરી કૂકી ભરવાડને છોડાવવાનો પ્રયાસ થયો હતો. દરમિયાન બનાવ અંગે પોલીસ ક્ધટ્રોલમને જાણ કરવામાં આવતાં માલવિયાનગર પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દરમિયાન ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસમાં કૂકી ભરવાડ અને તેના 10 સાગરીતો વિધ્ધ ગુનો નોંધાયો છે જેમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.

 

 

સામાન્ય રિક્ષાચાલક કૂકી ભરવાડ પોલીસની મહેરબાનીથી જ કૂખ્યાત બન્યો
સરાજાહેર પોલીસ ઉપર થયેલા હમલાની શરમજનક ઘટના બાદ પોલીસ અધિકારીઓએ નામચીન કૂકી ભરવાડને કાયદાનું ભાન કરાવવા તજવીજ હાથ ધરી છે પરંતુ એક વાત ઉલ્લેખનીય છે કે, કૂકી ભરવાડ માલવિયાનગર પોલીસ વિસ્તારમાં ઘણા વખતથી અનેક ગુના આચરનાર કૂકી ભરવાડનું સાચું નામ રાજુ ઘેલા ભરવાડ છે. એક સમયે રિક્ષા ચલાવતો રાજુ ઉર્ફે કૂકી ભરવાડ સામાન્ય મારામારીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા બાદ ભાજપ માલધારી એમમાં જોડાયો હતો. પોલીસ મથકના જ કેટલાક કર્મચારીઓની મહેરબાનીથી અને રહેમનજર હેઠળ રાજુ ભરવાડ ઉર્ફે કૂકી કૂખ્યાત બની ગયો અને હત્યાના પ્રયાસ તેમજ ખંડણી માગવી, જમીન પચાવી પાડવી સહિતના ગુનાઓ આચરવા લાગ્યો. આવી શરમજનક ઘટનામાં માલવિયાનગર પોલીસની મીઠી નજર કારણભૂત હોવાનું ચચર્ઈિ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS