મોલ સંચાલકો અનલોકને લાયક નથી, અમદાવાદમાં સીલ મારવાના શરૂ કરાયા

  • August 08, 2020 04:52 PM 643 views

ગુજરાતમાં કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લીધા વિના શહેરોના મોલ અને શોપિંગ સેન્ટરો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં નહીં હોવાથી મહાનગરના સત્તાધીશોએ સીલ મારવાના શરૂ કર્યાં છે. અમદાવાદમાં મોટા મોલને સીલ માયર્િ પછી સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા શોપિંગ સેન્ટરોની તપાસ શરૂ કરવામાં આવી છે.


શોપિંગ મોલના સંચાલકો અનલોકને લાયક નથી તેવું અમદાવાદમાં શરૂ થયેલી પ્રવૃત્તિથી લાગી રહ્યું છે. આરોગ્યના નિયમોને ઘોળીને પી જતાં મોલ સંચાલકો રૂપિયા કમાઇ લેવાની લાલચથી ગ્રાહકોનો મેળાવડો ઉભો કરી રહ્યાં છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. એટલું જ નહીં ગ્રાહકો માસ્ક વિના મોલમાં ફરી રહ્યાં છે તેમ છતાં મોલના સિક્યોરિટી જવાનો કોઇ પગલાં લેતાં નથી.


અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા એ-વન મોલ પછી શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય છે તેવા શોરૂમ, દુકાનો અને સુપર માર્કેટને બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે અલગ અલગ વિસ્તારમાં કોવિડના નિયંત્રણ માટે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં પ્રહલાદ નગર વિસ્તારમાં એક શોપિંગ મોલને ગાઈડલાઈન ભંગ બદલ નોટિસ ફટકારી સીલ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એનરીચ હેર એન્ડ સ્કિન નામની એક દુકાનમાં પણ ગાઈડ લાઇનનો કોઈ અમલ ન થતા કોર્પોરેશને સીલ મારી દીધું હતું. સૈજપુર બોધા વિસ્તારમાં ટોરેન્ટ પાવરની બીલ ક્લેક્શન ઓફિસે સોશિયલ ડિસ્ટન્સિગ ન જળવાતા 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે શાહઆલમ વિસ્તારમાં બ્રાન્ડ ફેક્ટરીને પણ તાળાં મારી દેવામાં આવ્યા છે.


આ પહેલાં ડ્રાઈવ ઈન રોડ પર આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને પણ સીલ કરવાં આવી છે કે જ્યાં એક સાથે 25 થી વધુ લોકો એકઠા થયાં હતા. અમદાવાદ સોલીડ વેસ્ટ વિભાગના મુખ્ય અધિકારી હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ વિવિધ વિસ્તારોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા શોપિંગ સેન્ટરોની તપાસ કરી રહી છે. સિરિન્જ ટાવરના 11મા માળે ચાલતા એક કોર્પોરેટ હાઉસમાં પણ નોટીસ આપીને પગલાં લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application