કોઈ દવા લાવી દો ભાઈ નહીં તો જવાની જતી રહેશે....કોરોનાથી કંટાળી મલાઈકા, ઈંસ્ટા સ્ટોરી થઈ વાયરલ

  • September 14, 2020 04:30 PM 438 views

 

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કોરોના પોઝિટિવ થયા બાદ હોમ કોરોન્ટાઈન છે. જો કે થોડા જ દિવસોમાં મલાઈકા અરોરા કોરોનાથી ત્રાસી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી અને રસી લાવી દો ભાઈ.... એવું કહી દીધું હતું. આ વાત પરથી કહી શકાય કે તે આઈસોલેશનથી કેટલી પરેશાન હશે અને હવે ફ્રી થવા માગે છે.
 

મલાઈકા અરોરાએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર લખ્યું કે, 'કોઈ વેક્સીન લાવી દો ભાઈ, નહીંતર જવાની નીકળી જશે.' મલાઈકાની આ પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી. 

 

જણાવી દઈએ કે, મલાઈકા અરોરાની પહેલા તેનો અર્જુન કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે મલાઈકાએ જણાવ્યું હતું કે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.


ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ની જજ છે જેને હાલ નોરા ફતેહીએ રિપ્લેસ કરી છે. મલાઈકા ઉપરાંત શોના સેટ પરના અન્ય 7 લોકો પણ કોરોના સંક્રમિત નોંધાયા હતા જેનાથી ખળભળાટ મચી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application