અજય દેવગણની એક પછી એક દમદાર ફિલ્મો થશે રિલીઝ, મોટી કમાણી કરશે તેવો મેકર્સનો દાવો

  • June 17, 2021 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહામારીના કારણે અનેક મોટી ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ અટક્યા છે. ફિલ્મ નિર્માતા તેને રજૂ કરવા માટે સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા છે. જેથી ફિલ્મ યોગ્ય રીતે રિલીઝ થાય અને બોક્સ ઓફિસ પર સારી કમાણી થાય. આવનારા સમયમાં અનેક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે પરંતુ સૌથી વધુ ચર્ચા છે અજય દેવણગની ફિલ્મોની. 

 

અજય દેવગણની 10થી વધુ ફિલ્મો આગામી સમયમાં આવનાર છે. જેની આતુરતા રાહ તેના ફેન્સ પણ જોઈ રહ્યા છે. તો જોઈએ કે આવનારા સમયમાં એક્ટરની કઈ કઈ ફિલ્મો જોવા મળશે. 

 

અજયની આગામી ફિલ્મોમાં ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, દ્રશ્યમ 2, ગંગુબાઇ કાઠિયાવાડી, ગોલમાલ 5, કૈથી રિમેક, મૈદાન, મેડે, આરઆરઆર, સિંઘમ 3, સન્સ ઓફ સરદાર: બેટલ ઓફ સારગઢ, સૂર્યવંશી અને થેંક ગોડનો સમાવેશ થાય છે.   

 

અજય દેવગણ અને સૂરજ પંચોલી એક ડાંસ અને એક્શન આધારિત ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મને રેમો ડિસૂઝા નિર્દેશિત કરશે. આ ફિલ્મ ઉપરાંત તે લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર સાથે પણ જોવા મળશે. આ ફિલ્મમાં અજય અને રણબીર બાપ-દીકરાની ભૂમિકામાં જોવા મળશે. 

 

આ ફિલ્મોના લાંબા લિસ્ટના કારણે ચર્ચાઓ છે કે આ વર્ષે ફિલ્મી પડદે અજયની બોલબાલા રહેશે અને તે અન્ય એક્ટર્સની ફિલ્મો પર ભારે પડશે. આ ફિલ્મોથી અજય જબરદસ્ત કમાણી કરશે તેવું પણ અનુમાન છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS