બચેલા સાબુના ટુકડાનો ઉપયોગ આ રીતે કરો અને ઘરના ખુણાઓને સુગંધિત કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઘરે બાથરૂમમાં નહાતી વખતે સાબુના નાના-નાના ટુકડાઓ બચી જાય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ હાથ ધોવા માટે કરે છે પરંતુ કેટલાક લોકો આ સાબુને જ્યારે હાથ ધોવા માટે વાપરે છે ત્યારે સરખી રીતે ધોઈ શકતા નથી. આ વખતે સાબુના બચેલા ટુકડાને ફેંકવાની બદલે તમે તેનો ઉપયોગ તમારા બૂટ ચપ્પલ કે જોતાની દુર્ગંધને દૂર કરવા માટે કરી શકો છો.

 

ઘણી વખત તમારા બુટ ચપલ ધોયા પછી તેને સૂકવ્યા છતાં પણ તેમાંથી દુર્ગંધ જતી નથી, એવામાં બચેલા સાબુના ટુકડાને રાત ભર માટે જૂતાની અંદર રાખી દો તો આ દુર્ગંધ ગાયબ થઈ જશે.

 

બદલાતી ઋતુ પ્રમાણે ફુલછોડમાં  જંતુઓ થવા એ સામાન્ય બાબત ,છે એવામાં બચેલા સાબુના ટુકડાને ભેગા કરતા જાઓ અને એક બોટલ પાણીમાં તેને નાખી અને ઓગળવા દો. હવે તેમાં એક કટોરી વેજીટેબલ ઓઈલ મિક્સ કરો અને તેને ઝાડ તથા છોડ પર છંટકાવ કરો તેનાથી ઝાડમાં કીડા નહિ લાગે.

 

કપડા ધોતા પહેલા જે બાસ્કેટમાં  રાખો છો તે બાસ્કેટમાં સાબુના બચેલા ટુકડા રાખી દો. આમ કરવાથી કપડામાંથી પસીનાની દુર્ગંધ ગાયબ થઇ જશે અને કપડાં ધોયા પછી તે વધારે સુગંધ ફેલાવશે.

 

તમે ઈચ્છો તો સાબુના બચેલા ટુકડા નેટમાં બાંધી અને કપડાના કબાટમાં પણ રાખી શકો છો તેના કારણે કપડાની અંદર તમને તાજગી સાથે સુગંધની અનુભૂતિ થશે અને તમારે અલમારી ફ્રેશનર ખરીદવાની જરૂર નહીં પડે.

 

તમારા ઘરમાં ઘણા બધા સાબુના ટુકડા થતા હોય તો બધા એકત્ર કરી અને તેનો હેન્ડવોશ પણ બનાવી શકો છો. આ માટે 10થી 15 બચેલા સાબુના ટુકડા બે કપ પાણી અને પોતાની પસંદના એરોમા ઓઈલ સારી રીતે મિક્સ કરો, અને બોટલમાં એક રસ કરી લો. આ રીતે હોમમેડ હેન્ડવોશ બનીને તૈયાર છે.

 

જો કોઈ કપડાની ચેન સરખી રીતે કામ ન કરતી હોય તો તેના પર સાબુ નો ટુકડો રગડો રગડ્યા બાદ એક બે વખત ઉપર-નીચે કરવાથી તેની ઝીપ ચાલુ થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS