તારક મહેતા ટીમના વધુ એક સભ્યનું નિધન, રદ્દ થયું શૂટિંગ

  • February 11, 2020 01:10 PM 63 views

નાના પડદાની સૌથી હિટ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર અત્યારે ગમ વ્યાપી જવા પામ્યો છે અને આ ગમ પાછળનું કારણ છે તેના એક સાથીનું દુનિયા છોડીને ચાલ્યું જવું. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. આનંદનું નિધન થતાં આખી ટીમ તૂટી ગઈ હતી. આનંદ છેલ્લા ૧૦ દિવસથી બીમાર હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. મુંબઈના કાંદિવલી વેસ્ટના હિન્દુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આનંદ ૧૨ વર્ષથી તારક મહેતાની ટીમ સાથે જોડાયેલા હતા. તમામ સ્ટાર્સનો મેકઅપ તેઓ જ કરતા હતા. આનંદના નિધન બાદ એક દિવસ માટે શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું હતું.

આ પહેલાં વર્ષ ૨૦૧૮માં સીરિયલના જાણીતા પાત્ર કુમાર આઝાદ ઉર્ફે ડોક્ટર હાથીનું નિધન થયું હતું.  તેના નિધનના સમાચારે સૌને ગમગીન કરી દીધા હતા. ડો.હાથીનું નિધન હાર્ટએટેકને કારણે થયું હતું પરંતુ તેમના મોતના બે દિવસ બાદ ડોક્ટરે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના મોતનું કારણ તેમની બગડી ગયેલી લાઈફસ્ટાઈલ અને વધેલું વજન હતું. જો તેમણે ડોક્ટરની વાત માની લીધી હોત તો કદાચ તો આજે જીવિત હોત.