ઘરને કુદરતી રીતે ઠંડું રાખવાની કઈ છે પદ્ધતિ, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેની સાથે જ ઓછી અને કુલરનું ચલણ પણ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ એ સી અને કુલર ની ઠંડી હવા તમને ઠંડક દેવાની સાથે બીમારીઓની પણ ભેટ આપી શકે છે, વીજળીનું બિલ પણ વધારી શકે છે તે વધારવામાં... એવામાં તમને આજે અમે કેટલીક ટિપ્સ આપીશું જે તમારા ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરશે તો ચાલો જાણીએ કે એસી અને કુલર વગર ઘરને કઈ રીતે ઠંડુ રાખીએ. ઘરમા ઉગાડવામાં આવેલા છોડની મદદથી ઘરને ઘણી ઠંડક મળે છે. ઘરમાં છોડ ઉગાડવાથી તાપમાનમાં છથી સાત ડિગ્રીનો ઘટાડો કરી શકાય છે. તમે ઈચ્છો તો ઈન્ડોર પ્લાન્ટ પણ લગાવી શકો છો. ઘરની છત પર ઘાટા રંગના બદલે આછો રંગ કરાવો તેમજ સફેદ કલર પેઇન્ટ કે પછી પીઓપી કરાવો જેનાથી પણ ઘરમાં 70 થી 80 ટકા ઠંડક રહે છે.ગરમીમાં હંમેશા કોટન-ફેબ્રિક તેમજ લાઇટ કલર ની બેટરી તથા પડદાઓ લગાડો જેનાથી પણ ઘરમાં ઠંડક જળવાઈ રહે છે. આ ઉપરાંત વાંસને પાણીથી પલાળી અને ઢાંકીને રાખવાથી પણ ઘરમાં ઠંડક રહે છે . ઠંડીમાં વપરાશ કરવામાં આવતા ભારે પડદાની સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ જેમકે કાર્પેટ પ્રજાએ શાલ વગેરે પેક કરી દો અને તેના દ્વારા ગરમી ઉત્પન્ન થતી હોય છે ત્યારે આ બધી ચીજવસ્તુઓ થી તમારો રૂમ પણ ગરમ રહે છે. માટે ઘરની ટાઇલ્સ ને ખાલી છોડી દો જેથી તે ઠંડી રહે. ઘરની છત પર સવાર અને સાંજ પાણીનો છટકાવ કરવો આ પદ્ધતિથી તમારા ઘરમાં કુદરતી ઠંડી જળવાઈ રહેશે. તમે ફ્લેટમાં રહેતા હોય તો બાલ્કનીમાં પાણી છાંટી શકો છો. સ્ટેન્ડ વાળા પંખા સામે બરફ ભરેલો વાટકો રાખો તેનાથી પણ ઘરમાં એરકન્ડિશનર જેવી ઠંડક રહેશે. આ સિવાય રાત્રે ટેબલ ફેન કે પછી સ્ટેન્ડફેનને ખુલ્લી બારીની સામે રાખો જેથી બહારની ઠંડી હવા રૂમમાં આવી શકે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS