ઘરે આ રીતે બનાવો ફ્રૂટ સ્ક્રબ, ગરમીના કારણે નિસ્તેજ થયેલી ત્વચા થઈ જશે તરોતાજા

  • May 13, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ઉનાળામાં ફ્રૂટ ખાવાથી શરીરને એનર્જી અને પોષકતત્વો મળે છે. તેવી જ રીતે કેટલાક ફળ એવા છે જેના ઉપયોગથી તમે ચહેરાને તરોતાજા બનાવી શકો છો. આ ફ્રૂટનો ઉપયોગ ચહેરા પર કરવાથી ગરમીના કારણે નિસ્તેજ થયેલી ત્વચા પણ ખીલી ઉઠે છે. 

 

સામાન્ય રીતે આપણે સ્ક્રબ કરવા માટે બજારમાં મળતા તૈયાર સ્ક્રબનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના બદલે તમે ત્વચા પર ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે ફ્રૂટને નેચરલ સ્ક્રબ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ ત્વચાને સુંદર બનાવી દેતા ફ્રૂટ સ્ક્રબ વિશે. 

 

1. ચેરી ફેસ સ્ક્રબ
આ એક્સફોલિએટિંગ સ્ક્રબનો ઉપયોગ તમારી ત્વચાને હાઇડ્રેટ અને પોષણ આપવા માટે કરી શકાય છે, જેનાથી તે કોમળ લાગે છે.

સામગ્રી-
5 ચેરી
1 ચમચી બદામ પાવડર
1/4 કપ મધ
1 ચમચી બ્રાઉન સુગર
3 ચમચી દહીં

પદ્ધતિ-
એક બાઉલમાં બધા ઘટકોને મિક્સ કરો અને 30 સેકંડ માટે તમારી ત્વચા પર હળવા હાથે મસાજ કરો. પછી તેને ગરમ પાણીથી ધોઈ લો.

 

2. કિવિ ફેસ સ્ક્રબ
તે તેલયુક્ત ત્વચા માટે ખૂબ જ સારું છે કારણ કે તે વધારાનું તેલ પ્રોડક્શન ઘટાડે છે અને તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાના મૃત કોષોથી છુટકારો આપે છે.

સામગ્રી-
1 આખી કીવી
2 ચમચી બ્રાઉન સુગર
ઓલિવ ઓઇલના થોડા ટીપાં

પદ્ધતિ-
બધા ઘટકોને સારી રીતે મિક્સ કરો. ધીમે ધીમે ત્રણથી પાંચ મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં સ્ક્રબની માલિશ કરો. આ પછી, તેને ગરમ પાણીથી ધોઈ લો.

 

3. ઓટમીલ ફેસ સ્ક્રબ
તે શુષ્ક ત્વચા માટે યોગ્ય ઉપાય છે. આ સ્ક્રબ ત્વચાને નરમ બનાવે છે અને લાલાશ ઘટાડે છે.

સામગ્રી-
1/4 કપ મધ
1/2 ચમચી બ્રાઉન સુગર
1/4 કપ દૂધ
1/2 કપ પાકેલ ઓટમીલ

પદ્ધતિ-
એક બાઉલમાં બધા ઘટકોને મેળવો અને ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર પછી ધોઈ લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS