BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટો દરોડો

  • July 14, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટો દરોડો

૭૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરતી ભાણવડ પોલીસ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બરડા ડુંગર વિસ્તારમાં પોલીસે દારૂની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયા તથા પાછતર આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ગોરફાડની ટીમ દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

પોલીસ ટીમ જ્યારે બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મિલનભાઇ ભીખુભાઇ ભંભાણા તથા મેરામણભાઈ નેભાભાઈ કનારાને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ડુંગરના પાઉંમાં અલગ-અલગ બે જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

પ્રથમ દરોડામાં ધ્રામણીનેશથી પૂર્વ દિશામાં આશરે ૫૦૦ મીટર દૂર ડુંગરની પાઉંમાંથી ૧૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત ૩૦,૦૦૦) અને ૧૦ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત ૨૦૦૦) મળી કુલ ૩૨,૦૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો, જ્યાંથી આરોપી ભીમાભાઈ પરબતભાઇ મોરી (રહે. ધ્રામણીનેશ) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બીજા દરોડામાં સાંકળોજા તળાવથી ઉત્તર દિશામાં આશરે ૭૦૦ મીટર દૂર ડુંગરમાંથી ૧૬૦૦ લીટર આથો (કિંમત ૪૦,૦૦૦) મળી આવ્યો હતો, જેમાં આરોપી પોપટભાઇ રામાભાઇ રબારી (રહે. ધ્રામણીનેશ) નાસી ગયો હતો.

આમ, પોલીસે બંને જગ્યાએથી કુલ ૨૮૦૦ લીટર આથો અને ૧૦ લીટર દેશી દારૂ સહિત કુલ ૭૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એ.એસ.આઇ ડી.જે. ઓડેદરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મિલનભાઇ, મેરામણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ કહરસંગ જાડેજા સહિતના સ્ટાફે ભૂમિકા ભજવી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application