જામનગરના રણજીતસાગર રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર બ્રિલિયન્ટ સ્કૂલની જાહેરાત માટે લગાવવામાં આવેલ તોતિંગ ટાવર પવનની થપાટે અચાનક તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
સદનસીબે બપોરના સમયે વાહન વ્યવહાર ઓછો હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા દ્વારા તાત્કાલિક ટાવરને સાઈડમાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરીમાં જોડાયો.