મહુવા, સુરેન્દ્રનગર અને ભુજમાં 39 ડિગ્રી લગોલગ તાપમાન

  • March 15, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, કેશોદ, અમદાવાદ, વડોદરા, ડીસામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ

ઉનાળાની સીઝન હવે તેના અસલી મિજાજમાં આવી રહી છે મહુવામાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી લગોલગ પહોંચી ગયો છે તો સુરેન્દ્રનગર અને ભુજમાં પણ અનુક્રમે 38 તથા 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમાલયન રિજીયનમાં આવતીકાલે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે પરંતુ તેની અસર હિમાલયન રિજિયન પૂરતી મર્યિદિત રહેશે. ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો આગામી ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલો વધશે અને તેના કારણે અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વધારો થશે પરંતુ આમ છતાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવની શક્યતા ઓછી છે.
રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 કેશોદમાં 37.5 અમદાવાદમાં 37.4 વડોદરામાં 37.6 ડીસામાં 38.4 સુરેન્દ્રનગરમાં 38 મહુવામાં 38.8 અને ભુજમાં 38.4 ડિગ્રી નોંધાયુ છે.

 

દરિયાકાંઠાના વિસ્તારો ઓખા અને દ્વારકામાં મહત્તમ તાપમાન અન્ય વિસ્તારોની સરખામણીમાં 7થી 8 ડિગ્રી જેટલું નીચું છે ઓખામાં 29.8 દ્વારકામાં 31.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS