મહીને એક લાખ રૂપિયા પગાર ધરાવતો અધિકારી લાંચ લેતા ઝડપાયો

  • October 28, 2020 11:34 AM 
  • મહીને એક લાખ રૂપિયા પગાર ધરાવતો અધિકારી લાંચ લેતા ઝડપાયો
  • સુરત મહીને એક લાખ રૂપિયા પગાર ધરાવતા પાલિકાના ડે.ટાઉન પ્લાનર અશ્વિન ટેલર લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયા.

સુરત, મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને એસીબીએ ઉધના દરવાજા પાસે રૂ. 1.50 લાખની લાંચ લેતા રવિવારે બપોરે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ લાંચિયા અધિકારીએ એક માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસે ગેરકાયદે બાંધકામ ન તોડવાના બદલામાં લાંચની રકમ માંગી હતી. કાપડની માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસેથી બાંધકામ ન તોડવા બાબતે લાંચની માંગણી કરી હતી. માર્કેટમાં પેસેજ અને બિન અધિકૃત બાંધકામ તોડવા બાબતે લિંબાયત ઝોન દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસ બાદ ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે બાંધકામ નહિ તોડવા માટે પહેલા મેનેજર પાસેથી 3 લાખની માંગણી કરી હતી. પછી 2 લાખ અને છેલ્લે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. છેવટે મેનેજરે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું. દોઢ લાખની રકમ માટે લાંચીયા ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે એવું કહ્યું કે કાલે હું ફોન કરૂ એટલે આપી જજો એમ કહ્યું હતું. મેનેજરને લાંચ આપવી ન હતી એટલે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવી અશ્વિન ખુશમલ ટેલરની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS