મહાશિવરાત્રી 2021 : હરિદ્વારમાં કુંભ મેળાનું પહેલું શાહી સ્નાન, કાશી પણ ગુંજ્યું હર હર મહાદેવના નાદથી

  • March 11, 2021 08:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં આજે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભગવાન શંકરના મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. હરિદ્વારમાં આજે મહાકુંભનું પહેલું શાહી સ્નાન કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળ વચ્ચે મહાશિવરાત્રી પર્વ પર અનેક પ્રતિબંધો વચ્ચે ભક્તો શાહી સ્નાનમાં જોડાઈ રહ્યા છે. 
 


 

રાજ્ય સરકારોએ અનેક નિયમો અને સાવધાનીઓ રાખવા આદેશ કર્યા છે. જો કે શિવભક્તોને દર્શન અને પૂજામાં કોઈ સમસ્યા ન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દેશમાં મહાશિવરાત્રી કોરોના વચ્ચે પણ શિવભક્તો ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. 
 

 

હરિદ્વારમાં આજે શાહી સ્નાનમાં ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે ગંગા નદીમાં સ્નાન કર્યું હતું. 

 


 

મધ્યપ્રદેશના પ્રખ્યાત ઉજ્જૈન મહાકાલના મંદિરે પણ વહેલી સવારથી જ પૂજા, અર્ચના શરુ કરવામાં આવી હતી. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પણ ભક્તો ઉમટી પડ્યા હતા. 

 

 


 

આજે હરિદ્વારમાં કુંભનું પહેલું શાહી સ્નાન છે. અહીં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ગંગામાં ડુબકી લગાવવા એકત્ર થવા લાગ્યા હતા. આજે અહીં વિવિધ અખાડા પણ કુંભનું શાહી સ્નાન કરશે. આ શાહી સ્નાનમાં વિવિધ અખાડા સાંજ સુધીમાં સ્નાન કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application