મહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ? ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ

  • March 30, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે.
 

 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ધવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લોકડાઉનના મામલામાં ઉદ્ધવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લોકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી.

 


એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લોકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લોકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે.

 


મહત્વનું છે કે મુખ્યમંત્રી ઠાકરેએએવી યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા, જેથી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછી પ્રભાવિત થાય. સીએમની સાથે બેઠક બાદ રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો પ્રદીપ વ્યાસે કહ્યુ કે, આવનારા દિવસોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની પૂર્વી અને વેન્ટિલેટર પર ભારે દબાવ હશે અને જો કેસ વધતા રહેશે તો તેની કમીનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે, લોકડાઉનની જાહેરાત થવા પર લોકોની વચ્ચે કોઈ પ્રકારની અસમંજસની સ્થિતિ ન હોવી જોઈએ.

 


મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS