મનોરંજન ઉદ્યોગને લઈને મહારાષ્ટ્ર સરકાર સતર્ક, દર 15 દિવસે કરવામાં આવશે કોરોના ટેસ્ટ

  • April 11, 2021 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના રોગચાળો ફરી એકવાર દેશભરમાં ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સંકટ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકાર માટે આ પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. કોવિડ -19ની નવી લહેર વચ્ચે રાજ્ય સરકારે હાલ જ કોરોનાની નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગમાં ભાગ લેનારાઓ માટે દર 15 દિવસે આરટી-પીસીઆર રીપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. આ માર્ગદર્શિકા હેઠળ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15,000 લોકોના આરટી-પીસીઆર રીપોર્ટ વિશે માહિતી બહાર આવી છે.

મળતી માહિતી અનુસાર ભારતીય ફિલ્મ અને ટીવી નિર્માતા પરિષદના પ્રમુખે એક વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે દર 15 દિવસે આરટી-પીસીઆર રીપોર્ટ કરવાનો નિર્ણય એ મહારાષ્ટ્ર સરકારની નવી કોરોના માર્ગદર્શિકાનો ભાગ છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 15 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાં 9 હજાર લોકોના રીપોર્ટ પણ આવ્યા છે. જેનો ડેટા અને પરિણામો આઈએફટીપીસી દ્વારા સરકાર સાથે શેર કરવામાં આવ્યા છે. ફિલ્મ્સ, ટીવી અને વેબ શોના શૂટિંગ અંગે તમામ પ્રકારની સાવચેતી રાખવા માટે નિર્માતાઓ અને તમામ પ્રોડક્શન હાઉસ ખૂબ જ ગંભીર છે અને કોરોનાસના વધતા જતા સંકટ વચ્ચે તમામ નિયમોનું સખત પાલન કરવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application