મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 મૃત્યુ

  • March 18, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં 2377, પૂણેમાં 2612, નાગપુરમાં 2698

 


મુંબઈ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બુધવારે રાજ્યનો કોરોનાનો આંકડો 2000ને પાર કરી 23,179 સુધી પહોંચ્યો હતો અને મુંબઈનો આંકડો પણ 2377 થયો હતો. આ સાથે રાજ્યમાં 84 મૃત્યુ નોંધાયા હતા. મુંબઈ ઉપરાંત પૂણે અને નાગપુરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને ત્રણેય શહેરોમાંથી નાગપુરમાં સૌથી વધારે 2698 કેસ નોંધાયા છે તેમજ પૂણેમાં બીજા નંબરે 2612 કેસ નોંધાયા છે. મુંબઈમાં 17 ઓક્ટોબર પછીનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે મુંબઈમાં 8 મૃત્યુ પણ નોંધાયા હતા. એમએમઆરમાં કુલ 4811 નવા કેસ અને 21 મૃત્યુ, નાશીક ડિવિઝનમાં કુલ 4017 નવા કેસ અને 12 મૃત્યુ, પૂણે ડિવિઝનમાં કુલ 5258 નવા કેસ અને ત્રણ મૃત્યુ, આકોલામાં કુલ 2100 નવા કેસ અને છ મૃત્યુ, નાગપુરમાં કુલ 4145 નાવ કેસ અને 22 મૃત્યુ નોંધાયા હતા.

 


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 1.52 લાખ થઈ ગઈ છે જેમાં મુંબઈના 15,410 કેસનો સમાવેશ થાય છે અને પોઝિટિવિટી રેટ 13.29 ટકા છે. બુધવારે સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા 9,138 હતી. રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંકડો ઝડપથી ઉપર ચડતો જાય છે અને હાલમાં 23,70,507 છે. છેલ્લા દશેક દિવસમાં રાજ્યમાં એક લાખ કેસ ઉમેરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS