BREAKING NEWS

ખંભાળિયામાં સોમવારે મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની થશે ભવ્ય ઉજવણી

  • April 08, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં સોમવારે મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની થશે ભવ્ય ઉજવણી


અખંડ ભુમંડલ આચાર્ય જગતગુ‚ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૮ માં પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તા. ૧૩ એપ્રિલના રોજ કરવામાં આવનાર છે.


ચૈત્ર વદ અમાસના શુભ દિને ખંભાળિયામાં આવેલી સેવાકુંજ હવેલી ખાતે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે બપોરે ૩ થી ૫ વાગ્યા દરમ્યાન શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ અને ત્યાર બાદ સેવાકુંજ હવેલી ખાતેથી શ્રી માધવી વહુજી મહારાજશ્રીના સાનિધ્યમાં વર્ણંગીનું આયોજન કરવામાં આવ્યું છે. 


જેમાં વાજતે ગાજતે ગાજતે બજાણા ગામની કીર્તન મંડળીના મધુર સ્વરના સથવારે આ વર્ણાંગી શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે પહોંચશે. જ્યાં શ્રી મહાપ્રભુજીના તિલક આરતી થશે. આ સાથે સેવાનીધી પાઠશાળાના બાળકો અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે વર્ણાંગીમાં સર્વે વૈષ્ણવ ભાઈઓએ ધોતી, બંડી અને તિલક તથા બહેનોએ પીળા-કેસરી સાડી અથવા ચોલી પહેરીને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application