રાજ્ય સરકારે તો રથયાત્રા માટે ખૂબ મદદ કરી, હું કોઈથી નારાજ નથી : મહંત દિલીપદાસજી

  • June 25, 2020 04:35 PM 2119 views


ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા ન યોજાતા ભાવુક થયેલા મહંત દિલિપદાસજીએ ગઈકાલે કહ્યું હતું કે તેમની સાથે રમત રમાઈ, જેના પર તેમણે વિશ્વાસ રાખ્યો તેણે તેનો  ભરોસો તોડ્યો છે. આ વાતના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મહંતને મળવા દોડી ગયા હતા. આ બેઠક બાદ મહંતે પોતાનું જ નિવેદન ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે તો રથયાત્રા માટે ખૂબ મહેનત કરી હતી અને તેમને સરકાર કે કોઈ વ્યક્તિ સામે નારાજગી નથી.

 

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને મહંત દિલિપદાસજી સાથે બેઠક કરી હતી. બેઠકમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ પણ હાજર હતા.

 

બેઠક બાદ મહંત દિલિપદાસજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પુરીની યાત્રાને મંજૂરી આપી ત્યારબાદ સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે એફિડેવિટ કર્યા હતા પરંતુ હાઈકોર્ટે મોડી રાત્રિ સુધી મંજૂરી આપી નહીં. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હોત.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application