મહાકૌભાંડી મેહુલ ચોક્સી ડોમિનિકા બીચ પર પકડાયો, પ્રત્યારોપણ થશે?

  • May 27, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસી કયુબાથી ભાગતા સમયે રસ્તામાં ડોમિનિકામાં પકડાઇ ગયો છે. મેહુલ ચોકસી 23મી મેના રોજ સાંજે એન્ટિગુઆ સ્થિત પોતાના ઘરેથી ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેના ગુમ થયાનો રિપોર્ટ પણ નોંધાયો હતો. જો કે તેને ઓળખતા કોઇ એક શખ્સે દાવો કર્યો હતો કે તેઓ કયુબા ભાગી ગયા છે.

 


મેહુલ ચોકસી કેરબિયન દેશ ડોમિનિકામાં જોવા મળ્યો, હતો. ત્યારબાદ ડોમિનિકા આઇલેન્ડની પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.  ત્યારબાદ ચોકસીને ફરી એન્ટિગુઆ મોકલવા માટે ડિપ્લોમેટિક રીતે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે.  બીજી તરફ એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનેએ કહ્યું કે, અમે ડોમિનિકન સરકાર સાથે તેને ગેરકાયેદસર રીતે પોતાના દેશમાં પ્રવેશ કરવા માટે કસ્ટડીમાં લેવાનું કહ્યું છે અને તેને વોન્ટેડ વ્યક્તિ ગણાવીને સીધો ભારત મોકલી દેવામાં આવે.

 


મેહુલ ચોકસીની પાસે એન્ટિગુઆની નાગરિકતા છે અને તેને ડોમિનિકાએ પકડયો છે. મેહુલ ચોકસીની કરતૂતોથી એન્ટિગુઆ સરકાર એટલી બધી પરેશાન છે કે તેમણે ડોમિનિકાની સરકારને મેહુલ ચોકસીને ભારત સોંપવાનો અનુરોધ કરી દીધો છે. જો આમ થયું તો નીરવ મોદી પહેલાં મેહુલ ચોકસી ભારત આવી શકે છે.

 


સરકારના સૂત્રોનું કહેવું છે કે જે સમયે મેહુલ ચોકસીને પકડયો એ સમય તે એન્ટિગુઆમાં નહોતો અને તે ડોમિનિકાનો નાગરિક નથી. કારણ કે ઇન્ટરપોલની તરફથી મેહુલ ચોકસીની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરાઇ છે આથી ડોમિનિકાની સરકાર સીધી તેને ભારતને સોંપી શકે છે.

 


મેહુલ ચોકસી એન્ટિગુઆનો નાગરિક છે અને તે પાણીના રસ્તે ભાગવાની ફિરાકમાં હતો પરંતુ જેવો તે ડોમિનિકા પહોંચ્યો તેને અધિકારીઓને પકડી લીધો. સૂત્ર બતાવે છે કે ડોમિનિકામાં ડિટેન કયર્િ બાદથી જ ભારતીય એજન્સીઓ અને અધિકારી તેને ભારત પાછા લાવવાનો વિકલ્પ શોધી રહ્યા છે.મ મેહુલ ચોકસીના ડિટેંશન અંગે સીબીઆઈને પણ ઇન્ટરપોલથી માહિતી મળી છે.

 


જાન્યુઆરીની શરૂઆતમાં પંજાબ નેશનલ બેન્કમાં અંદાજે 13 હજાર કરોડ રૂપિયાના ગોટાળાનો ખુલાસો થયો હતો. આ કેસમાં 30 જાન્યુઆરીના રોજ સીબીઆઈએ એફઆઇઆર નોંધાવી હતી. પરંતુ તેની પહેલાં જ આ કૌભાંડના બે મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને ભાગી ગયા હતા. ત્યારથી જ બંને આરોપીઓના પ્રત્યર્પણની કોશિશ કરી રહ્યા છે. નીરવ મોદી બ્રિટનમાં છે અને ત્યાંના ગૃહમંત્રાલયે તેના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. જો કે તેમના વિરૂદ્ધ નીરવ મોદીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS