ભૂજના દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર છે ૫૫૦ વર્ષ જૂનું, આ રીતે પ્રગટ થયું હતું શિવલિંગ

  • February 21, 2020 01:04 PM 105 views

ભૂજમાં આવેલા સાડા પાંચસો વર્ષ જૂના અને એકજ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલય ધરાવતાં દ્વિધામેશ્ર્વર મહાદેવ મંદિર રજવાડાઓના સમયમાં કચ્છના રાજા રા બાવાના કુંવર ખેંગારજીના સમયમાં તેમનાં ખજાનચી લક્ષ્મીદાસ કામદારના વખતમાં બનવેલ છે. આ સ્થળે રાજાની ગાયો ચરવા આવતી અને તેમના આચળમાંથી દૂધની શેળ થતી હતી. જયારે ગોવાળે ખણખોદ આદરી અને સત્ય બહાર આવ્યું. લક્ષ્મીદાસ કામદારે ત્યાં ખોદાઇ કરાવતાં એક સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું ત્યારે એજ રાત્રે તેમને નિંદ્રામાં અવાજ સાંભળ્યો ત્રણ ફુટના અંતરે હજુ આવું જ બીજું સ્વયંભૂ શિવલીંગ છે એટલે બીજા દિવસે ત્યાં ખોદકામ શ‚ કર્યું તા બીજું શિવલીંગ નીકળ્યુ હતું. જે બાદ એક નાનકડું મંદિર બનાવ્યું હતું. સમયાંતરે ફરી આ મંદિર પાંચમી વખત નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું.


વધુમાં એ ખાસ જણાવવાનું કે સ્વામી વિવેકાનંદ ભારતભૂમિમાં સનાતન ધર્મના પ્રચાર અર્થે કચ્છ આવેલા ત્યારે આ મંદિરમાં ઉતારો આપવામાં આવેલ અને એક રાતવાસો કરી ચૂકયા છે અને શિવપૂજા પણ કરી ચૂકયા છે. જે રૂમમાં રાતવાસો કયો હતો તે ‚મ આજે પણ મોજૂદ છે પણ તે આજે નવનિર્માણ મુજબ આધુનિકત્તમ ટચમાં છે. નાગા બાવાઓની પણ સમાધીઓ આવેલી છે. અત્યારે સંસારી દશનામ ગોસ્વામી સમાજના રેવાગર દયાલગર ગુંસાઇની ત્રીજી પેઢી હરેશગર માયાગર ગુંસાઇ મંદિરની સેવાપૂજા કરી રહ્યા છે અને ત્યાં જ તેમના પરિવાર સહિત રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application