તળાજા અને મહુવાના ગ્રામ્ય પંથકમાં મઘો મહેરબાન : દોઢથી બે ઇંચ વરસાદ

  • September 21, 2021 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજી અને શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ : ગુંદરણાની ખારો નદીમાં પુર આવતા  ખેતમજૂરો તથા ખેડૂતો  ફસાયા

 

તળાજા અને મહુવાના ગ્રામ્ય પંથકને બાદ કરતાં ગોહિલવાડમાં અન્ય વિસ્તારોમાં મેઘ વિરામ રહ્યો હતો. મહુવા તાલુકાના ગુંદાણા પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર બે ઇંચ વરસાદ થયો છે. ગુંદરણા પંથકમાં 2 ઈંચ મેઘ મહેર વરસી હતી તો તળાજા પંથકમાં પણ દોઢથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.

 

ગુંદરણા પંથકમાં સતત દિવસ- રાત બફારાના બાદ સોમવારે બપોરે 3.30 કલાકે 2 ઈંચ વરસાદ થયો હતો. ખેતરોમાં તથા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તો ભગુડા ગામે શીંગાળી ધાર ઉપર વીજળી પડી હતી કોઈ જાનહાનિ થઈ નથી  પરંતુ જે જગ્યાએ વીજળી પડી ત્યાં  લીલું ઘાસ બળી ગયું હતું. ગુંદરણાની ખારો નદીમાં જોરદાર પુર આવ્યું હતુ. પુર આવાવના કારણે ખારો નદીના સામે કાંઠે ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો તથા ખેડૂતો ખારો નદીના સામે કાંઠે ફસાયા હતા. 

 

તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો અને એક કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકી જતા તળાજી નદી અને શેત્રુંજી નદી કાંઠે વહેતી થઈ ગઈ હતી. તળાજામાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજાનું ધીમીગતિએ ગતિએ આગમન થયા બાદ બે દિવસ પહેલા એક ઇંચ જેટલો વરસાદ પડયો બપોરના સમયે એકાદ કલાક ધુંઆધાર વરસાદથી તળાજા નદીની ઉપરવાસ ધોધમાર વરસાદને કારણે સાંજના સમયે શેત્રુંજી નદી તથા તળાજી નદી બે કાંઠે વહી રહી હતી.

 

વરસાદના પગલે મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલા બગડ ડેમમાં (1000) એક હજાર ક્યુસેક પાણીની આવક થઇ અને હજુ પાણીની આવક ઉપરવાસમાંથી શરૂ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS