મધ્ય પ્રદેશની સરકારી હોસ્પિટલમાં લાશો રઝળીને હાડપિંજર બની ગઈ ત્યાં સુધી તંત્ર ઊંઘતુ રહ્યું

  • September 16, 2020 03:35 PM 352 views

મધ્ય પ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક હ્રદય કકળાવી નાખતી ઘટના સામે આવી છે. આશરે 11 દિવસ પહેલા ઈન્દોરની એમ. વાય. હોસ્પિટલમાં લાવવામાં આવેલા અજ્ઞાત મૃતદેહો સ્ટ્રેચર પર જ પડ્યા પડ્યા હાડપિંજર થઈ ગઈ હતાં.

 

હોસ્પિટલનાં અધ્યક્ષ ડૉ. પી. એસ. ઠાકુરે જણાવ્યુ હતુ કે અજ્ઞાત મૃતદેહો અમે એક અઠવાડિયા સુધી રાખીએ છીએ. પરંતુ આ વખતે અંતિમ સંસ્કાર માટે નગર નિગમને ફોન કરવામાં આવ્યો હતો કે નહીં, તેની જાણકારી અમે મેળવી રહ્યા છીએ. ઈન્ચાર્જને પર નોટિસ આપી દેવાઈ છે. કોઈની બેદરકારી સામે આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

 

એમ. વાય. હોસ્પિટલ સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને ઈન્દોર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. આ હોસ્પિટલમાં રોજ 21-22 મૃતદેહો લાવવામાં આવે છે. જ્યારે ત્યાં માત્ર 16 જ ફ્રીઝર ઉપલબ્ધ છે. આથી બાકીના મૃતદેહો સ્ટ્રેચર પર રાખવા પડે છે. મંગળવારના રોજ હોસ્પિટલના પરિસરમાં ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. આથી મૃતદેહોની તપાસ કરવામાં આવી તો ત્યાં મૃતદેહોની સાથે ત્યાંની વ્યવસ્થાની પણ બીભત્સ તસવીરો લોકોની સામે આવી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application