સંજય લીલા ભણસાલીની ફિલ્મ હીરા મંડીમાં જોવા મળશે માધુરી દીક્ષિત.... 

  • May 22, 2021 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની ધક ધક ગર્લ ફરી એકવાર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ફરી એકવાર જોવા મળશે. માધુરી દીક્ષિત છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદેથી દૂર છે. પરંતુ હવે તે એક બીગ બજેટ ફિલ્મોનો ભાગ બની છે. ખબર છે કે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે માધુરી એક ફિલ્મ માટે જોડાઈ છે. આ પહેલા દેવદાસમાં માધુરીએ ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

 

 

જાણવા મળી રહ્યું છે કે સંજય લીલા ભણસાલી ફિલ્મ હીરા મંડીમાં જોવા મળી શકે છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં એક ગીતમાં માધુરીના ડાન્સનો જાદુ જોવા મળશે. માધુરી જેવો ડાન્સ કોઈ કરી ન શકે તે વાત સાથે સંજય લીલા ભણસાલીએ માધુરીને એક ગીત માટે સાઈન કરી છે. 

 

 

સંજય હીરા મંડી ફિલ્મને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી રહ્યા તેવામાં ફિલ્મના એક સ્પેશિયલ સોન્ગ માટે મુજરો કરશે. આ માટે માધુરીને મસમોટી રકમ પણ ચુકવવામાં આવી છે. માધુરીએ આ ઓફર સ્વીકારી પણ લીધી છે. આ ગીતનું શેડ્યૂલ 8 દિવસનું હશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS