માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

  • May 31, 2021 09:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખો લોકોના દિલ પર રાજ કરતી માધુરી દીક્ષિત નેને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. માધુરી ઘણીવાર તેના ફેન્સ સાથે પરીવારની અને ફિલ્મો સાથે જોડાયેલી તસવીરો શેર કરે છે. તાજેતરમાં તેણે પોતાના દીકરાને લઈને ખુશી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. 

 

માધુરીએ તેના ટ્વીટર હૈંડલ પરથી એક સાથે કેટલીક પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેનો મોટો દીકરો અરીન ગ્રેજ્યુએટ થયો છે. તેણે લખ્યું છે કે, " રામ અને મારા માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે અરિને હાઈ સ્કૂલથી ગ્રેજ્યુએશ કૈપ સાથ ગ્રેજ્યુએટ કરી લીધું છે. અરિનને ગ્રેજ્યુએટ કરવા બદલ શુભેચ્છા "

 

 

માધુરીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, " આ વર્ષે બધા માટે ખૂબ મુશ્કેલ રહ્યું છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે અને સફળ થવા માટે તમારી શક્તિ, મહેનતને સલામ છે. જો તમે તમારા પેશનને ફોલો કરો અને સમજો તો તમે બધું જ બદલવા માટે સક્ષમ બનો છો." 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS