માધુરી અને સંજય દત્ત એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, બંનેની પ્રેમકહાની આ કારણથી રહી ગઈ અધુરી

  • May 16, 2021 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધુરી દીક્ષિત એક એવું જેનું નામ લઈએ ત્યારે તમારા આંખો સામે એક હસતો ચહેરો સામે આવી જાય. બોલિવુડની ધક ધક ગર્લ  માધુરી દીક્ષિત પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. માધુરી દીક્ષિત ભલે ૫૩ વર્ષના થયા પરંતું આજે તેમની ફિટનેસ અને સુંદરતાના કારણે હાલની  જનરેશનની અભિનેત્રીઓ મટે રોલ મોડલ છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે ૯૦ના દાયકામાં માધુરી દીક્ષિતનો તેમના ફેન્સમાં અને  સહકલાકારોમાં કેવો ક્રેઝ જોવા મળતો હશે. 

 

સુંદરતા અને ચહેરાના હાવભાવની વાત આવે તો માધુરી દીક્ષિતની તોલે અન્ય કોઈ અભિનેત્રી ન આવે. માધુરી દીક્ષિતે તેની ત્રણ દાયકાની  કારકિર્દીમાં ૭૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કયુ. માધુરી દીક્ષિત એવી અભિનેત્રીમાંથી એક હતી જે લ બાદ પણ સફળ રહી. માધુરી  દીક્ષિતનો જન્મ ૧૫ માર્ચ ૧૯૬૭ પર મરાઠી પરિવારમાં થયો. માધુરી દીક્ષિતને ૩ વર્ષની ઉમરથી ડાન્સનો શોખ હતો. માધુરી દીક્ષિત  પ્રોફેશનલ કથક ડાન્સર રહ્યા છે. ૧૭ વર્ષની ઉમરે અબોધ ફિલ્મથી માધુરીએ ડેબ્યૂ કયુ.

 

માધુરી દીક્ષિતનું હુંલામણુ નામ બબલી હતું. એક જમાનામાં ટોપ એકટ્રેસ રહેલી માધુરી દીક્ષિતને કારકિર્દીની શઆતમાં ઘણો સંઘર્ષ કરવો  પડો હતો. આમ તો માધુરીએ વર્ષ ૧૯૮૪માં ડેબ્યૂ કર્યુ હતું પરંતું દરેક ફિલ્મ બોકસઓફિસ પર પીટાઈ જતી. ૪ વર્ષના સંઘર્ષ બાદ માધુરી  દીક્ષિતને સાચી ઓળખ વર્ષ ૧૯૮૮માં આવેલી તેજાબ ફિલ્મથી મળી.  તેજાબ ફિલ્મના ગીત 'એક દો તીન'થી માધુરી દીક્ષિત રાતોરાત સ્ટાર  બની ગઈ.

 

માધુરી દીક્ષિતને વર્ષ ૧૯૯૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ આપ કે હૈ કોન' માં સલમાન ખાન કરતા વધારે ફી મળી હતી. માધુરી  દીક્ષિતને આ ફિલ્મ માટે ૨.૭૫ કરોડ પિયાની ફીસ ચૂકવાઈ હતી. માધુરી દીક્ષિત બોલિવુડની એકમાત્ર અભિનેત્રી છે જે ફિલ્મફેર અવોર્ડ  માટે ૧૩ વખત નોમિનેટ થઈ હતી. માધુરી દીક્ષિતને શઆતમાં માઈક્રોબાયોલોજીસ્ટ બનવા માગતી હતી.
વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈન માધુરી દીક્ષિતના પ્રેમમાં પડી ગયા હતા. એમ.એફ.હુસૈને જાહેર માધ્યમમાં માધુરી દીક્ષિત માટેના  પ્રેમનો એકરાર કર્યેા હતો. એમ.એફ.હુસૈને  ૬૭ વખત 'હમ આપકે હૈ કોન' ફિલ્મ નિહાળી હતી. માધુરી દીક્ષિતે યારે કમબેક કર્યુ ત્યારે  'આજા નચલે' ફિલ્મ માટે આખુ થિયેટર બુક કરી દીધુ હતું. 

 

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ કટાક્ષ કર્યેા હતો કે– ' જો ભારત તેમને માધુરી દીક્ષિત આપી દે, તો અમે કાશ્મીરની માંગ  છોડી દઈશું'. દેવદાસમાં પણ લાખો ફેન્સ માધુરી દીક્ષિતની અદાકારીના દિવાના થઈ ગયા હતા. 

 

બોલિવુડના હેન્ડસમ હકં સંજય દત અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. સાજન ફિલ્મ બાદ તેઓ  એકબીજાના ખૂબ નજીક આવી ગયા હતા. સંજય દતને ત્યારબાદ ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના કિસ્સામાં ટાડા જેલમાં જવું પડતું હતું  ત્યારે માધુરી દીક્ષિતે તેની સાથેનો સંબધં તોડી નાખ્યો અને ત્યારબાદ ડો. શ્રી રામ માધવ નેને સાથે લગ્ન કરી દીધા. માધુરી દીક્ષિત હાલ  ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS