હળવદમાં માતેલા સાંઢની જેમ દોડતા ઓવરલોડ ડમ્પરો પ્રજા માટે જોખમરૂપ

  • March 22, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ સરા ચોકડીએ પાસે છેલ્લ ા કેટલાક સમયથી ઓવરલોડ માતેલા સાંઢની માફક ખુલ્લ ેઆમ નિકળતા ડમ્પરો થી શહેજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં  સાંજે ૬ થી સવારે ૬ વાગ્યા સુધી ખનિજનું વહન અને ખનન ન કરવા જીલ્લ ા કલેકટરનું જાહેરનામું છતાં પણ ખુલ્લ ેઆમ ખનિજ માફિયાઓ રાત્રી દરમિયાન ખનિજનું વહન કરી વહાન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.હળવદ શહેર અને તાલુકામાં વાહન અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં અનેક માનવ  જિંદગીઓ મોત ને ભેટી રહી છે ત્યારે અકસ્માત વધતા બનાવવામાં આરટીઓ અને પોલીસની બેદરકારી સાબિત થઈ રહી છે હળવદના સરા રોડ પર માતેલ  સાંઢની માફક ઓવરલોડ દોડતા ડમ્પરો અંકુશમાં રાખવા શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે. હળવદ સરા રોડ પર અનેક સોસાયટીઓ આવેલ છે ત્યાંથી પસાર થતા ઓવરલોડ ડમ્પરો દ્રારા અનેક વાર અકસ્માતો સર્જવામાં આવ્યા છે. હળવદ શહેર અને તાલુકામાં હિટ એન્ડ રન જેવા કિસ્સાઓમાં અકસ્માત સર્જાતા ચાલક બેફામ સ્પીડ અને ઘણી વખત નશાની હાલતમાં હંકારીને નિર્દેાષ માનવ જિંદગીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેમ છતાં તત્રં દ્રારા તેમની સામે કડક કાર્યવાહી કરી શકતું નથી, આ બાબતે સરા રોડ પર આવેલ સોસાયટી ના રહીસોની  માંગણી છે કે માતેલા સાંઢની માફક દોડતા અવોરલોડ ડમ્પરો લોકો માટે  જોખમપ સાબિત થઈ રહ્યા છે. તો તત્રં દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી છે. હળવદ સરા ચોકડી પાસે માતેલ સાંઢની માફક દોડતા ડમ્પરો અનેક વાર અકસ્માત સર્જે છે.
અનેક ડમ્પરો બેફામ દોડી રહ્યા છે અત્યાર સુધીમાં અનેક માનવ જિંદગીં મોતને ભીટી ચૂકી છે તેમજ ઘનશ્યામપુર રોડ પર શાળા ટુશન કલાસ તેમજ રહેણાંક વિસ્તાર આવેલ હોવા છતાં ફુલ સ્પીડે ડમ્પરો આવે છે અને તેમ છતાં તેને અટકાવનાર કોઈ નથી. તાત્કાલિક ધોરણે તત્રં દ્રારા આ બાબતની ગંભીરતા લઈને કડક કાર્યવાહી કરી વધતા જતા વાહન અકસ્માત ઉપર બ્રેક લગાવી જોઈએ તેવી  શહેરીજનોની માગણી ઉઠવા પામી છે. વાહનોમાં નિયમ વિદ્ધ હેલોજન લાઈટો  ફીટ કરાવતી હોવાથી રાત્રિના સમયે અકસ્માતો વધી રહ્યા છે અને રીક્ષા તેમજ નાના વાહનોમાં ધૂમ સ્પીડો ચલાવતા બાઈકમાં પણ હવે આ પ્રકારના નિયમ વિદ્ધ લાઈટો ફીટ કરાવી આવે છે જેથી સામેથી વાહન  ચલાવનાર વ્યકિતની આખં અંજાઈ જાય છે અને તેના લીધે પણ અકસ્માત સર્જાય છે તો તત્રં જાગે અને કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application