કંગના રનૌત ન પહોંચી કોર્ટ, જજે કહ્યું, 'આગામી સુનાવણી પર નહીં આવે તો અરેસ્ટ વોરંટ જારી..'

  • September 14, 2021 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાવેદ અખ્તરે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે આજે અંધેરી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી માટે જાવેદ અખ્તર તેની પત્ની શબાના આઝમી સાથે કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ, કંગના રનૌત આજે કોર્ટમાં હાજર રહી ન હતી.

 

કંગના રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકીનું કહેવું છે કે, 'અભિનેત્રીની તબિયત ખરાબ છે, જેના કારણે તે કોર્ટમાં હાજર રહી શકી નથી. તેમના વકીલે પણ કોર્ટની હાજરીમાંથી મુક્તિની માંગ કરી હતી. જે બાદ કોર્ટે અભિનેત્રીને 20 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવાના આદેશ જારી કર્યા છે. સાથે જ જજે એમ પણ કહ્યું કે જો કંગના આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવશે.'

 

કંગનાના વકીલે કોર્ટમાં કંગનાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું અને તેના ન આવવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ, આ પછી પણ, તેને આગામી સુનાવણીમાં કોર્ટનો સામનો કરવો પડી શકે છે. કંગનાના વકીલે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, જયકુમાર ભારદ્વાજનો તેમના પર આરોપ કે આ મામલાની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે તે ખોટો છે.'

 

તેમણે કહ્યું, 'કંગનાએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જો તે અહીં આવે અને કોવિડ પોઝિટિવ જણાય તો શું? કારણ કે કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. જાવેદ અખ્તરના વકીલ જયકુમાર ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે, 'અનેક નોટિસ આપવામાં આવ્યા બાદ પણ કંગના કોર્ટ સુધી પહોંચી ન હતી. તે સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે.' આ અંગે કંગનાના વકીલે સ્પષ્ટતા રજૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS