જૂનના પહેલા સપ્તાહમાં થશે ચંદ્રગ્રહણ, જાણો કેવો હશે તેનો પ્રભાવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જૂનના પ્રથમ સપ્તાહમાં ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં જોવા મળશે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે કે જે 5 જૂની રાત્રે 11: 16 મિનિટે શરૂ થઈ જશે. હા તેમજ બીજા દિવસે 6 જૂનનુ રાત્રે 2 : 32 મિનિટ સુધી રહેશે. આ ચંદ્રગ્રહણની સમય મર્યાદા 3 કલાક અને 15 મિનિટ સુધીની રહેશે. જ્યોતિષશાસ્ત્રની ગણના પ્રમાણે આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને શ્રેષ્ઠ નક્ષત્રમાં લાગુ પડશે.


ઉપછાયા ચંદ્રગ્રહણ લાગુ પડે છે ત્યારે  ચંદ્રમા ધરતી પર વાસ્તવિક છાયામાં ન રહેતાં તેની ઉપરથી પરત ફરે છે. આવી સ્થિતિમાં ચંદ્રમા પર એક  ધૂંધળી પરત નજરે પડે છે,આ ઘટનાને વિશેષ ઉપકરણના માધ્યમથી નિહાળી શકાય છે, ખગોળ વિજ્ઞાન અનુસાર જ્યારે ચંદ્રમા અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે આવી ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે જ્યારે જ્યોતિષમાં ગ્રહણનું  કારણ રાહુ અને કેતુને માનવામાં આવે છે.


ગ્રહણમાં લાગુ પડનાર સૂતકકાળ અશુભ માનવામાં  આવે છે. આ સૂતકકાળ ચંદ્રગ્રહણ લાગવાના નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. જે ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ પૂર્ણ થાય છે.પરંતુ ઉપછાયા ચંદ્રગ્રહણમાં સૂતકકાળ ધરાવતો હોતો નથી.


જ્યોતિષ અને ધાર્મિક આસ્થા પ્રમાણે ગ્રહણ લાગવું એ અશુભ ઘટના છે , આ માટે આ સમયે ઘણા બધા કાર્યો કરવામાં આવતા હોતા નથી. જેમ કે પૂજા-પાઠ કરવા જોઈએ નહીં ખાસ કરીને મૂર્તિઓને સ્પર્શ નહીં કરવી જોઈએ, આ સમયગાળામાં ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા હોય છે. આ સમય પર તેમણે ઘરની બહાર નહીં નીકળવું જોઈએ તેમજ ચાકુ, છરી વગેરેનો પ્રયોગ આ સમય દરમિયાન કરવો જોઈએ નહીં.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS