રવિવારે ૫ જુલાઈએ ગુરુપૂર્ણિમા સાથે થવા જઈ રહ્યું છે ચન્દ્રગ્રહણ, ક્યા દેશમાં દેખાશે

  • June 30, 2020 11:26 AM 285 views

ચાલુ  વર્ષ 2020ના જુલાઈની શરૂઆતમાં જ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જુલાઈ રવિવારે થવાનું છે. આ ગ્રહણ અનેક રીતે ખાસ રહેવાનું છે, કારણ કે જ્યાં એકતરફ દેશ કોરોનાની આપત્તિ સામે સંઘર્ષ કરી રહ્યો છે, તો બીજી બાજુ આ ગ્રહણ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર થવાનું છે.

 

એવામાં આ ચંદ્ર ગ્રહણને વૈજ્ઞાનિકોની સાથોસાથ જ્યોતિષી પણ એક અગત્યની ઘટના તરીકે જોઈ રહ્યા છે. તેના મહત્ત્વને સમજવા માટે ચાલો વર્ષ 2020ના ત્રીજા ચંદ્ર ગ્રહણ વિશે વધુ જાણીએ.

 

આ ચન્દ્ર ગ્રહણ ક્યા ક્યા દેશોમાં નિહાળી શકાશે ? ગ્રહણની આ અદભૂત ખગોળીય ઘટનાને અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સામાં જોઈ શકાશે. ચંદ્ર ગ્રહણનો આ નજારો 5 જુલાઈ રવિવારે સવારે 8:38 વાગ્યાથી 11:21 વાગ્યા સુધી જોઈ શકાશે.

 

 વર્ષ 2020નું ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જુલાઈ 2020, રવિવારે થવાનું છે. જે એક ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણના સમયે પરિક્રમા કરતી વખતે પૃથ્વીની છાયાવાળા ક્ષેત્રમાં ચંદ્ર આવી જાય છે. જેના કારણે ચંદ્ર પર પડનારા સૂર્યના કિરણો કપાયેલા જોવા મળે છે. આ ગ્રહણને જ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ કહેવાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application