લખનૌના ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, સાળાએ ચલાવી ગોળી

  • March 03, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોહનલાલગંજથી ભાજપ ના સાંસદ કૌશલ કિશોર ના પુત્ર પર ફાયરિંગના કેસ માં નવો વળાંક સામે આવ્યો છે. લખનઉ પોલીસે દાવો કર્યો છે કે પુત્રએ પોતાના સાળા પાસે પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસ ના અનુસાર એક લાઇસન્સ રિવોલ્વર હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે કેમ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું.

 


લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે આ ઘટના રાત્રે લગભગ 2:10 વાગે થઇ હતી, પહેલાં કહેવામાં આવ્યું કે સાંસદ ના પુત્ર પર કેટલાક અજાણ્યા હુમલાવરોએ ગોળી ચલાવી હતી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે સાંસદના પુત્રના કહેવા પર તેના સાળાએ ગોળી ચલાવી, પુત્રના સાળાની ધરપકડ કરી પૂછરપરછ કરવામાં આવી રહી છે.

 


લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે જે પિસ્તોલ વડે ગોળી ચલાવવામાં આવી હતી, તેને રિકવર કરી લીધી છે, ગત વર્ષે સાંસદના પુત્રએ લવ મેરેજ કયર્િ હતા. ત્યારબાદ તે પોતાના પિતાથી અલગ રહેતો હતો, ઘટનાને લઇને તપાસ ચાલુ છે, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે પુત્રએ પોતાના સાળા દ્રારા પોતાના પર ગોળી કેમ ચલાવી.?

 


આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સાંસદ કૌશલ કિશોર ના પુત્ર આયુષને બાઇક પર સવાર તોફાની તત્વો ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. ગંભીર હાલતમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આયુષની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દાવો કર્યો હતો કે આયુષ સવારે મડિયાંવ થઇને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે છઠા મીલ પાસે પહોંચીને તોફાનીતત્વોએ ફાયરિંગ કર્યું ગોળી અડીને નિકળી ગઇ, એટલા માટે હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ આયુષને રજા આપવામાં આવી હતી.

 


આ અંગે સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું હતું કે આયુષનું કહેવું છે કે આ ઘટના વહેલી સવારે સર્જાઇ હતી. આયુષ પોતાના સાળા સાથે વોક કરી રહ્યા હતા. સાંસદ તરફથી લેખિતમાં આપવાની મનાઇ કરી દીધી છે. હાલ કેસને લઇને ઘણા પ્રકારના સવાલ ઉભા કરવામાં આવ્યામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS