એલપીજી ગેસ સિલિન્ડર પર મળશે બમણી સબસિડી

  • February 14, 2020 11:31 AM 64 views

રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી. સાથે જ ગેસના ભાવમાં વધારાનું કારણ જણાવ્યું હતું.


પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધી ૧૪.૨ કિલોના સિલિન્ડર પ્ર ૧૫૩.૮૬ પિયાની સબસિડી મળતી હતી, જેને વધારીને ૨૯૧.૪૮ પિયા કરી દીધી છે. આ પ્રકારે વડાપ્રધાન ઉવલા યોજના હેઠળ વહેંચવામાં આવેલા કનેકશન પર અત્યાર સુધી જે ૧૭૪.૮૬ પિયા પ્રતિ સિલિન્ડર સબસિડી મળતી હતી, તેને વધારીને ૩૧૨.૪૮ પિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે.
સબસિડીવાળા ઘરેલૂ એલપીજી ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૪૪.૫૦ પિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સબસિડીવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત ૭૧૪થી વધારીને ૮૫૮.૫૦ પિયા કરી દેવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન એલપીજીના ઇન્ટરનેશનલ કિંમત ૪૪૮ ડોલર પ્રતિ એમટીથી વધારીને ૫૬૭ ડોલર પ્રતિ એમટી થઇ જતાં ઘરેલૂ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


સરકારે જણાવ્યું કે હાલના સમયમાં ૨૭.૭૬ કરોડથી વધુ કનેકશનો સાથે રાષ્ટ્ર્રીય એલપીજી કવરેજ લગભગ ૯૭ ટકા છે. લગભગ ૨૭.૭૬ કરોડમાંથી લગભગ ૨૬.૧૨ કરોડ ગ્રાહકોના મામલે વધારાને સરકાર વહન કરે છે