ગઢડામાં લીમડાના ઝાડ પર લટકી જઈ પ્રેમી યુગલે કરી આત્મહત્યા

  • June 21, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંને એક સાથે ખેતમજૂરી કામ કરતાં હતા અને પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તારણ 

 

ગઢડા શહેરના મઘરિયા ડુંગર પાસે લીમડાના ઝાડ સાથે સજોડે લટકી યુવક અને યુવતીએ આપઘાત કરી લીધાની ઘટનાએ ચકચાર મચાવી છે. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈ તપાસ કરતા આ બંને એક સાથે ખેતમજૂરી કામ કરતાં હોવાનું બહાર આવ્યું છે. 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા (સ્વામિના) શહેરમાં આવેલ મઘરિયા ખોડિયાર માતાજીના મંદિરની બહાર લીમડાના ઝાડ સાથે  યુવક -યુવતીના સજોડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. યુવકસ-યુવતીની લાશ લીમડાના વૃક્ષ સાથે લટકતી જોવા મળતા સ્થાનિક લોકોએ તે અંગેની જાણ પોલીસને કરી હતી. જેથી ગઢડા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી બન્ને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમાર્ટમ માટે ખસેડયા હતા.  પ્રાથમિક તપાસ હાથ ધરતા વૃક્ષ પાસેથી એક બાઈક અને યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે મૃતક યુવાન શક્તિભાઈ કાનજીભાઈ જમોડ (રહે, હડદડ, તા.બોટાદ) હોવાનું ખુલ્યું હતું જ્યારે યુવતીનું નામ સાધનાબેન દેવજીભાઈ ગોહિલ (રહે, અણિયાળી) હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં બન્ને એક જમીનમાં ભાગવું વાવી ખેત મજૂરી કરી રહ્યા હોવાનું તેમજ બન્ને વચ્ચે પ્રેમસબંધ હોય, જેના કારણે અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

 

 

ઘટના અંગે ગઢડા પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી વધુ તપાસ પીએસઆઈ આર.બી. કરમટિયાએ હાથ ધરી છે.

 

ઉલ્લેખનિય છે કે, બોટાદના લાઠીદડ ગામે પ્રેમસબંધ બંધાતા શુક્રવારે મોડી રાત્રિના ભાઈ બહેને  ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ હજુ તાજો જ છે ત્યાં ગઢડામાં વધુ એક પ્રેમીપંખીડાની આપઘાતની ઘટનાએ બોટાદ જિલ્લામાં  ચકચાર જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS