લવજેહાદના કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ

  • June 15, 2021 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંય સુધારા વિધેયકનેબહત્પમતીથી પસાર કરવામાં આવ્યું હતું .જે ધર્મ સ્વાતંય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .આ સુધારા કાયદાના અમલ માટે ૧૫ જૂનથી એટલે કે આજથી થશે. આ કાયદાના પરિણામે રાયમાં લની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવતા તત્વો સામે કાયદાકીય લગામ આવશે. કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો  અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકાશે નહી.ગુનો કરનાર અને કરાવનાર તેમજ મદદ કરનાર કે સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણવામા આવશે.

 


 આ ગુજરાત ધર્મ સ્વાતંત્રય (સુધારા) અધિનિયમને તાજેતરમાં જ મળેલી ગુજરાત વિધાનસભામાં મંજુર કરવામાં આવ્યો હતો. આમ, મુખ્યમંત્રી પાણીએ રાયમાં લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ–ગતિવિધિઓ અને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કે લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સહિતની બાબતો માટે હવે ગુજરાત ધર્મ સ્વાતંય (સુધારા) અધિનિયમ–૨૦૨૧ હેઠળ આવરી લેવામાં આવી છે.

 


માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને અથવા લના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ–ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્રારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યકિત સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો દ્રારા અથવા લગ્ન દ્રારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.ગુનો કરનારકરાવનારમદદ કરનારસલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણાશે.
 

 

આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ અને .૨ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. સગીર, ક્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને .૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. કોઇ નારાજ થયેલી વ્યકિત, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વપે હોય તેવી બીજી કોઇ વ્યકિત દ્રારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે એફ આઇ આર દાખલ કરાવી શકાશે.

 


આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા . ૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્રારા નાણાકીય મદદ કે અનુદાન મળવાપાત્ર થશે નહીં. આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડી વાય એસ પી થી ઉતરતા દરાના અધિકારી દ્રારા તપાસ કરી શકાશે નહિ.

 

 

આજથી અમલી બનતા લવજેહાદના કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ
– બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર પિયા સુધીનો દંડ.
– સગીર, ક્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ પિયા સુધીનો દંડ.
– ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવીઇન્કાર કરવો.
– ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર પિયા સુધીનો દડં અથવા બન્ને
– ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર પિયા સુધીનો દડં અથવા બન્ને.
– ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટસબ–ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શ કરી શકાશે નહી.
– આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ  ડીવાયએસપી થી ઉતરતા દરાના અધિકારી દ્રારા તપાસ કરી શકાશે નહિ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS