લવ યુ જિંદગી ગીત.. પર ઝુમતી યુવતીનું સારવાર દરમિયાન મોત, વાયરલ થયો હતો આ વીડિયો

  • May 14, 2021 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કોરોના વાયરસના ચેપને કારણે સ્થિતિ ખરાબ છે, પરંતુ આ દરમિયાન ઘણા પ્રેરણાદાયી વીડિયો સામે આવ્યો હતો.  આ વીડિયો દિલ્હીની હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો. અહીંના એક ડોક્ટરે 'લવ યુ જિંદગી' ગીત પર કોવિડ સાથે લડતી એક યુવતીનો વીડિયો શેર કર્યો છે. લોકોએ યુવતીના આ વલણની ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રેરણા આપનાર યુવતી હવે આ દુનિયામાં નથી. ડોક્ટરે તે યુવતીના મોત અંગેની માહિતી શેર કરી છે.

 

 

ટ્વિટર પર ડોકટરે એક હોસ્પિટલના કોવિડ ઇમરજન્સી વોર્ડનો વીડિયો શેર કર્યો હતો. સાથે લખ્યું હતું કે આ 30 વર્ષીય યુવતીને આઈસીયુમાં બેડ નથી મળી રહ્યો એટલે તેને એનઆઈવી પર રાખી રેમેડસિવિર અને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી હતી. આ દૃઢ  ઇચ્છાશક્તિવાળી  છોકરીએ તેના મનોબળને વધારવા માટે મને સંગીત વગાડવાની પરવાનગી માંગી હતી. તેને પરવાનગી મળતા તેણે ફિલ્મ ડિયર જિંદગીનું ગીત 'લવ યુ જિંદગી' ગીત સાંભળ્યું અને તેણે તેના પર નાચવાનું શરૂ કર્યું.

 



આ જ ડોક્ટરે વધુ એક ટ્વીટ કરી જણાવ્યું છે કે આ યુવતીનું અવસાન થયું છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021