BREAKING NEWS

જામનગર: ગોકુલનગરમાં યુવતિ સાથે ધરાર પ્રેમ સબંધ રાખવા ધમકી આપી

  • July 17, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગોકુલનગરમાં યુવતિ સાથે ધરાર પ્રેમ સબંધ રાખવા ધમકી આપી

જામનગરના પાણાખાણ વિસ્તારમાં યુવતિ સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી પથ્થર વડે તેણીના દિયરને ઇજા કરી ધમકી દીધાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે સુભાષપરા વિસ્તારમાં પુત્રી બાબતે તપાસ કરવા ગયેલી મહિલાને ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યાની બે સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પરણિતાને આરોપી દશરથ સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોય ત્યારબાદ બે મહિના સાથે રહી અને બાદમાં ફરીયાદી યુવતિ તેના પતિ સાથે રહેવા જતા રહેલ હોય, દરમ્યાનમાં આરોપીએ ફરિયાદી સાથે ધરાર પ્રેમ સંબંધ રાખવો હોય, જો કે ફરીયાદીએ સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ તેણીને ગત તા.૧૫ના રોજ ફોન કરી બોલાવીને આરોપી તથા તેના બીજા ત્રણ મિત્રોએ પાણાખાણ વિસ્તારમાં ફરીયાદી યુવતિને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
​​​​​​​
ઉપરાંત પથ્થરનો ઘા કરતા ફરીયાદના દિયરને મુંઢ ઇજા થઇ હતી આમ આરોપીએ એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે યુવતિ દ્વારા સીટી સી ડીવીઝનમાં દશરથ ઝાખલીયા અને એની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો વિ‚દ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

અન્ય એક બનાવમાં ગોકુલનગરમાં આવેલ મા‚તિનગરમાં રહેતી મહિલાની પુત્રી અને આરોપી મહિલાનો પુત્ર ભાગી ગયેલ હોય જે બાબતે ફરીયાદી અને તેના પતિ તા.૧૫ના સુભાષપરા વિસ્તારમાં તપાસ કરવા માટે ગયા હતા. અને દિકરી બાબતે પુછતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ માથાકૂટ કરી હતી.

તેમજ ફરીયાદી મહિલાને અપશબ્દો કહીને હવે અમારા ઘરે આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે મા‚તિનગરમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાએ સીટી સી ડીવીઝનમાં ભાવનાબેન ભરત અને ઢબુબેનની વિ‚દ્ધ ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application