રાજકોટ એરપોર્ટ ખોટના ખાડામાં રૂા.૨૪.૬૩ કરોડની નુકસાની

  • July 11, 2021 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એર ટ્રાફિક માં સતત વધારો થયા બાદ પણ રાજકોટ એરપોર્ટ ફદીયાની કમાણી પણ આપતું નથી. ઉલટુ આમદની અઠની ખર્ચા પૈયા ની જેમ એરપોર્ટ ખોટના ખાડામાં ચાલી રહ્યું છે છેલ્લા એક વર્ષમાં પિયા ૨૪.૬૩ કરોડની ખોટ એરપોર્ટ ના ભાગે આવી છે. રાજકોટ એરપોર્ટ પર અગાઉ એર ઇન્ડિયાની એરલાઇન્સ માત્ર ચાલતી હતી યારે હવે સ્પાઇસ જેટ અને ઈન્ડિગો ની ફલાઇટ પણ ઉડાન ભરી રહી છે, આ ઉપરાંત મુંબઈ અને દિલ્હી ઉપરાંત શહેરના અન્ય મેટ્રો સિટી માટે પણ રાજકોટથી એર કનેકિટવિટી મળી છે એર કનેકિટવિટી વધતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ભરમાંથી એર ટ્રાફિક માં પણ ખાસ્સો વધી રહ્યો છે ત્યારે ખાટલે મોટી ખોટ એ સર્જાઈ છે કે , રાજકોટ એરપોર્ટ સતત ત્રણ વર્ષથી કરોડો પિયાની નુકશાની ભોગવી રહ્યું છે તેમ છતાં ઓથોરિટીના અધિકારીબાબુઓને અહીંના અમુક સ્થાનિક કર્મચારીઓ જેટલું પાણી પીવડાવે છે તેટલું જ પાણી પીવે છે તેવો ઘાટ છે.

 

 

અમદાવાદ એરપોર્ટ નફો રળવા માં સૌથી આગળ છે તો રાજકોટ એરપોર્ટ કરોડો પિયાની નુકશાની માં ત્રીજા સ્થાને આવ્યું છે. હવે તો ટૂંક સમયમાં રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે અને તો પણ આવી કરોડો પિયાની ખોટ ની ખાઈ નહીં પુરાય તો અંતે સરકાર માટે રાજકોટ એરપોર્ટ સફેદ હાથી સાબિત ન થાય તેવી ભીતિ એરપોર્ટ ના સૂત્રો વ્યકત કરી રહ્યા છે. એરપોર્ટના વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે, ઓથોરિટી દ્રારા લેવાયેલા અમુક નિર્ણય ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે, જેમકે આગામી સમયમાં એરપોર્ટ નું સ્થળાંતર થવાનું છે તેમ છતાં પણ જુના એરપોર્ટ પર કરોડો પિયાના ખર્ચે એર ક્રાટ માટે નવા ચાર પાકિગ સહિત અન્ય મેન્ટેન્ટસ ના તોતિંગ ખર્ચા સામે આવ્યા છે.

 


વર્ષ ૨૦૧૬ –૧૭ માં પણ રૂા.૧૭.૬૬ કરોડની નુકસાની
વર્ષ ૨૦૧૬ અને ૧૭ માં રાજકોટ એરપોર્ટ ની ૧૭ કરોડ ની નુકસાની સામે આવી હતી.આર ટી આઈ માં થયેલી અરજી માં રાયના તમામ ૧૧ એરપોર્ટ ની આવક સામે આવી હતી જે મુજબ ખોટ માં રાજકોટ ના એરપોર્ટ દ્રારા થયેલી આ નુકશાનનો આંકડો સામે આવ્યો હતો.

 


ગુજરાતના ૧૧ એરપોર્ટમાં અધધ... ખોટ કરનાર રાજકોટ ત્રીજા સ્થાને
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હસ્તકના કુલ ૧૩૭ માંથી દેશના ૨૩ એરપોર્ટ નફો રળે છે જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નો સમાવેશ થયો છે, એટલું જ નહીં દેશના સૌથી વધુ આવક મેળવનાર એરપોર્ટમાં અમદાવાદનું સ્થાન આપ્યું છે તેનાથી ઊલટું અધધધ.. ખોટ કરવામાં રાજકોટ ત્રીજા સ્થાને અંકિત થયું છે. રાજકોટ એરપોર્ટ અને પિયા ૨૪.૩ લાખ કરોડ ની ખોટનો સામનો કરવો પડો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS