'મહાભારત'ના 'ઇન્દ્રદેવ' સતિષ કૌલનું થયું મૃત્યુ, લુધિયાણામાં લીધા અંતિમ શ્વાસ

  • April 10, 2021 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનારા સતીષ કૌલનું નિધન થયું છે. તેઓ લગભગ 73 વર્ષના હતા. 10 એપ્રિલે તેણે લુધિયાણામાં અંતિમ શ્વાસ લીધા. મળતી મહિતી અનુસાર, તે લાંબા સમયથી માંદગી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ગુરુવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શનિવારે તેમનું અવસાન થયું હતું. ગયા વર્ષે સતીશે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે દવાઓ, ઘરની વસ્તુઓ જેવી ચીજો માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. 

સતીષને છેલ્લા કેટલાક દિવસોથી તાવ હતો. મળતી માહિતી અનુસાર સતિષની બહેન સત્યા દેવીએ જણાવ્યું કે, તેમને છેલ્લા 5-6 દિવસથી તાવ હતો અને તેની તબિયત સારી નહોતી.. ગુરુવારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં વ્યા હતા. તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ગયા વર્ષે આપેલા એક ઇન્ટરવ્યુમાં સતીશે કહ્યું હતું કે એક કલાકાર તરીકે તેમને ઘણો પ્રેમ મળ્યો છે, એવા પણ અહેવાલો હતા કે સતીષ કૌલ વૃદ્ધાશ્રમમાં રહે છે, જોકે તે સમયે સતીષ કૌલે પોતે જ કહ્યું હતું કે આવા અહેવાલોને એક અફવા જણાવી હતી. 

વર્ષ 2015માં સતીશ કૌલને હાડકાનું ફેકચર થયું હતું, જેના પરિણામે તે અઢી વર્ષ સુધી પથારીમાં રહ્યા હતા. ત્યારે તેની આર્થિક સ્થિતિ કથળી હતી. સતિષ કૌલની કારકિર્દીની વાત કરીએ તો તેણે 'પ્યાર તો હોના હી થા', 'આન્ટી નંબર 1' સહિત 300 જેટલી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. સતિષ કૌલને 'મહાભારત'માં ભજવેલા ભગવાન ઇન્દ્રના પાત્ર દ્વારા ઓળખવામાં આવતા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application