તાઉતે વાવાઝોડાને લઇને ગુજરાતમાં ઇંટ ઉત્પાદકોને 250 કરોડનું નુકશાન

  • May 21, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇંટના ભઠ્ઠાઓને કમોસમી નુકશાનની સામે રક્ષણ મળે તેવી પોલીસી બનાવવા સરકારને  કરી વિનંતી

 



 ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં સ્થાપિત 2500 જેટલા મોટા ઇંટ ઉત્પાદકો અને 25000 જેટલા નાના ઇંટ ઉત્પાદકોને અંદાજિત રૂ.250 કરોડનું નુકશાન થવા પામ્યુ છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે તાત્કાલિક સર્વે કરાવીને ઇંટ ઉત્પાદકોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે.  

 


આ અંગે ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્રભાઇ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીને લઇને ઇંટોના ભઠ્ઠામાં ઇંટોનું ઉત્પાદન કરવાની શરૂઆત બે મહિના મોડી થવા પામી હતી. જેને લઇને કુલ ઉત્પાદનનું કાચુ કામ માત્ર 40 ટકા જ થવા પામ્યુ હતું. હોળી અને લોકડાઉનને લઇને કામ કરતા મજુરો તેમના વતનથી પરત નહીં આવતા આવા મજુરોનીઅછતને  લઇને ઇંટ ભઠ્ઠામાં કાચો બનેલ માલ પડી રહેલ હતો.

 


જે તાજેતરમાં તૌકતે વાવાઝોડાને  લઇને પડેલા કમોસમી વરસાદને કારણે કરોડો કાચી ઇંટો પલળીને માટીમાં પરિવર્તિત થઇ જવા પામી હતી. તેમજ ઇંટ ભઠ્ઠામાં વરસાદને લઇને પાણી ભરાઇ જવાના કારણે સમગ્ર ઇંટ ઉદ્યોગ ઠપ્પ થઇ જવા પામ્યો છે.  

 


તાઉતે વાવાઝોડાને લઇને નાની ઇંટ પકવતા ઇંટ ભઠ્ઠાવાળાઓને અંદાજીત 4 થી 5 લાખ જ્યારે મોટા ઇંટ ભઠ્ઠાઓને 40 થી 50 લાખ રૂપિયાનું નુકશાન મળીને અંદાજિત તૌકતે વાવાઝોડાને લઇને ગુજરાતમાં ઇંટ પકવતા ભઠ્ઠાઓને અંદાજિત રૂ250 કરોડથી વધુનું નુકશાન થવા પામ્યું છે.

 


આ સાથે ફેડરેશન દ્વારા રાજ્યસરકાર પાસે ખેડૂતોના પાકવીમાની જેમ ઇંટના ભઠ્ઠાઓને કમોસમી નુકશાનની સામે રક્ષણ મળે તેવી પોલીસી બનાવવા સરકારને વિનંતી કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS