વિરારની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ૧૩નાં મોત

  • April 23, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળમાં ફરી મોટી દુર્ઘટના, વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ ૩.૩૦ વાગે આગ લાગી : ચારને બચાવી લેવાયા

 કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્ર્રમાં વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ ૩.૩૦ વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં ૧૩ દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાના સતત પ્રયત્નો કર્યા હતા. આ ઘટના બાદ વડાપ્રધાને મૃતકના પરિવારજનોને ૨–૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૨૫–૨૫ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

 


અત્રે જણાવવાનું કે બુધવારે નાસિકની એક હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક લીક થતા ૨૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા. ભારતમાં કોરોના વાયરસ ની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ–૧૯ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાયોમાં ઓકસીજનની અછત સર્જાઈ છે. નાસિકની ઝાકિર હત્પસૈન હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક લીક થઈ ગઈ હતી.

 

 


સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે ઓકિસજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા ૨૪ જેટલા દર્દીઓના મોત થયા. મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ૨૩ દર્દી હતા. યારે કુલ ૧૭૧ દર્દી હતા. ઓકિસજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિટ કરાયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS