ઉંઘ ન આવવાથી તણાવમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • April 11, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બેડીનાકા પાસે રહેતા અને સોનીકામ કરતા યુવાને ઉંઘની સમસ્યા માટે દવા પણ લીધી હતી: યુવકના પગલાંથી માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી


શહેરમાં બેડીનાકા પાસે રહેતા અને સોનીકામ કરનાર મૂળ બંગાળના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન છેલ્લા ઘણા દિવસોથી ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતો હતો અને તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. યુવકના આ પગલાથી માસુમ પુત્રીએ પિતાની ગુમાવી છે.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ બેડીનાકા પાસે નકલંગ 2 રાણીમાં-રુડીમાં મંદિરવાળી શેરીમાં રહેતા સુશાંત જયદેવભાઈ કટાલ (ઉ.વ 32) નામના યુવાને ગઈકાલ સમીસાંજના ઘરે ડ્રોઇંગરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ.ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ જે.એમ ભટ્ટે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

 


પોલીસે જણાવ્યું હતું કે, આપઘાત કરી લેનાર બંગાળી યુવાન સુશાંતને સંતાનમાં એક દીકરી છે આ યુવક સોનીકામ કરતો હતો અને રાજકોટમાં તે પોતાના માલિકીના મકાનમાં રહેતો હતો. યુવક છેલ્લા થોડા દિવસોથી ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતો હતો આ બાબતે તેણે તેની પત્નીને પણ વાત કરી કરી હતી. ગઈકાલ તે આ સમસ્યા માટે દવા પણ લઈ આવ્યો હતો. બપોરના દવા લઈ આવ્યા બાદ સાંજના સમયે પત્ની બેડરૂમમાં હતી.ત્યારે તેણે ડ્રોઈંગરૂમમાં જઈ આ પગલું ભરી લીધું હતું. પતિના આ પગલાંથી પત્ની આઘાતથી સ્તબ્ધ થઇ ગઇ હતી. જ્યારે માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS