લોન્ગ વર્કિંગ અવર્સ એટલે કે વધતા કામના કલાક બની રહ્યા છે લોકોના મોતનું કારણ, WHOનો ખુલાસો

  • May 26, 2021 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કામ કરવાના કલાકોમાં વધારો લોકોના મોતનું કારણ બની રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન લોકોનો કામ કરવાનો સમય સતત વધી રહ્યો છે. જે લોકો માટે ખતરનાક છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક શોધમાં સામે આવી છે. આ ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માત્ર 2016માં લાંબા સમય સુધી કામ કરવાથી હાર્ટ સ્ટ્રોક કે અન્ય હાર્ડ ડિઝીસના કારણે 7 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તમામ કલાકો સુધી કામ કરતા હતા. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે લોન્ગ વર્કિંગ અવર્સમાં કામ કરવાથી થયેલા મૃત્યુમાં વર્ષ 2000માં 30 ટકા વધારો થયો છે. 

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હેઠળ પર્યાવરણ, જલવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની ડાયરેક્ટર મારિયા નિયારાએ કહ્યું હતું કે, દરેક સપ્તાહમાં 55 કલાકથી વધુ કામ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય જોખમ વધે છે. તેવામાં આ જાણકારી સાથે કર્મચારીઓની સુરક્ષા પર કામ થાય તેવો હેતુ છે. આ રિસર્ચ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને સંયુક્ત રીતે કરી હતી. 

 

શોધ અનુસાર કુલ મોતમાં 72 ટકા પુરુષ અને મિડલ એજ કે વૃદ્ધ લોકો હતા. શોધકર્તાોએ 194 દેશના ડેટાના આધારે આ રિસર્ચ કરી હતી. ગ્લોબલ સ્ટડીથી ખુલાસો થયો છે કે તેમાં સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં રહેતા લોકો હતા. તેમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને ચાઈનાનો સમાવેશ થાય છે. 

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રતિ સપ્તાહ 34થી 40 કલાકને બદલે 55 કલાક કે તેનાથી વધુ કામ કરવામાં આવે તો સ્ટ્રોકનું જોખમ 35 ટકા અને ઈસ્કેમિક હાર્ટ ડિસીઝથી મોતનું જોખમ 17 ટકા વધી જાય છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS