બંગાળમાં પાંચમાં તબક્કા માટે મતદાન: બૂથની બહાર લાગી લાંબી લાઈનો

  • April 17, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન: ભાજપ અને તૃણમુલનું જોર સરખુંઆજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઉત્તર 24 પરગણાની 16, પૂર્વ બર્ધમાન અને નદિયામાં 8-8, જાલપાઇગુડીમાં 7, દાજીર્લિંગમાં 5 અને કાલિમપોંગ જિલ્લાની 1 વિધાનસભા બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આજે લોકસભાના 2 અને 11 રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી છે. કણર્ટિકના બેલાગવી અને આંધ્રપ્રદેશના તિરુપતિમાં મતદાન ચાલી રહ્યું છે.

 


આ નજારો પશ્ચિમ બંગાળના સિલીગુડીનો છે. અહીં પોલિંગ બૂથને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી અહીં વોટિંગ શરૂ થઈ ગયું. પાંચમાં તબક્કાનું વોટિંગ શરૂ થતા પહેલા પશ્ચિમ બંગાળના બિધાનનગરમાં પોલિંગ બૂથ તૈયારીઓ પૂરી કરવામાં આવી. કડક સુરક્ષા વચ્ચે અહીં મતદાન કરવામાં આવી રહ્યું છે.

 


વોટિંગ શરૂ થતા પહેલા પશ્ચિમ બંગાળના કમરહાટીમાં પોલિંગ બૂથની બહાર લોકોની લાઈનો જોવા મળી રહી હતી. . મતદાન માટે વોટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન મહત્વનું છે. આજે 6 જિલ્લાની કુલ 45 વિધાનસભા બેઠકો પર 342 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય ઇવીએમમાં બંધ થશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માં અત્યાર સુધીમાં રાજ્યની 294 બેઠકોમાંથી 135 બેઠકો પર મતદાન યોજાયું છે અને હવે બાકીની 159 બેઠકો ત્રણ તબક્કામાં યોજાવાની છે. જો તમે 2019 લોકસભાની ચૂંટણીમાં મળેલી જીતનાં ડેટાનું વિશ્લેષણ કરો તો 6 જિલ્લાની આ 45 બેઠકોમાંથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 23 બેઠકો જીતી શકે, તો ભાજપ 22 બેઠકો જીતી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS