વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં તીડનું આક્રમણ

  • May 22, 2020 09:58 AM 190 views

ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન જવાની ભીતિ

વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં તીડનું આક્રમણ થતા ખેડૂતોની માઠી દશા થઈ છે. ઉભા પાકને તીડ ભારે નુકસાન કરતા જે મોલ હતો પણ નાશ પામ્યો છે.

 ઉત્તર ગુજરાત તરફથી હવે ભાવનગર જિલ્લા સુધી તીડના ઝુંડના ઝુંડ આવી ચડતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ચારેક માસ પહેલા પાકિસ્તાન તરફથી રાજસ્થાન થઈને તીડનાં ઝુંડ ઉત્તર ગુજરાતમાં ઉતરી આવ્યા હતા જેણે ખેડૂતોનો મહામૂલો પાક નષ્ટ કર્યો હતો.  હવે આ તીડનાં ઝુંડ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા તાલુકાના વિસ્તારોમાં આવી ચડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન જવાની ભીતિ સેવાઈ  છે.  

વલ્લભીપુરના મોટી ધરાઈ ગામે , કેરિયા ઢાળ પાસે તથા આજુબાજુના વિસ્તારમાં ગુરૂવારે સવારે તીડનાં ઝુંડ ઉતરી આવતા સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો.  અચાનક થયેલા તીડનાં આક્રમણથી ખેડૂતો ભયભીત બન્યા છે. એક તરફ લોકડાઉનને લઈને જણસી વેચવામાં અને પૂરતા ભાવ ન મળવાની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાનીમાં  હતા  ત્યાં જ આ નવી મુસીબત આવી ચડતા ખેડૂતોને તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર આ સમસ્યાને લઈને તંત્ર ખેડૂતોની મદદ કરે તેવી લાગણી સ્થાનિક ખેડૂત અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application