લોકડાઉનના ૨૧ દિવસ પછી ધીરે–ધીરે ખુલશે ઓફિસોના તાળા: આ છે સરકારનું પ્લાનિંગ

  • April 07, 2020 11:09 AM 1177 views


મોદી સરકાર  દ્રારા ૨૧ દિવસ માટે દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અંતિમ તારીખ ૧૪ એપ્રિલ છે. તમામ મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી ૮ દિવસમાં એ પ્રોજેકટસની ઓળખ કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેની શઆત કરવામાં આવી શકે.


સરકારે આ માટે તમામ પ્રકારનું પેપરવર્ક પૂં કયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય રોસ્ટર પણ તૈયાર કરવા માટે કહેવાયું છે, જે રીતે લોકો શિટમાં કામ કરાશે. સાથે જ એ સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે કે ઓડિયો–વીડિયો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.


એક વરિ અધિકારીએ અમારા સહયોગી ઈકોનોમીક ટાઈમ્સને જણાવ્યું કે, ૨૧ દિવસના લોકડાઉનથી બહાર આવવું કઠીન છે, જેટલું તેને લાગુ કરવું કઠીન હતું. આગળ તેમણે કહ્યું કે આમ છતાં સરકારના કામકાજને હવે શ કરવું જ પડશે. જણાવી દઈએ કે એક કમિટીએ એ તમામ વિકલ્પો પર વાત કરી છે, જેમાં ૨૧ દિવસનું લોકડાઉન પૂં થયા બાદ કામકાજ શ કરવામાં આવી શકે.


સરકારે ખાસ કરીને રોડ અને એયુકેશન સેકટરમાં થનારા નિર્માણનું કામ શ કરવાની તૈયારીમાં છે. યારે એગ્રિકલ્ચરને પહેલાથી જ લોકડાઉન દરમિયાન મુકિત આપવામાં આવી છે. લોકડાઉન લાગુ થયાના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે લેન્ડ યુઝમાં બદલાવનું નોટિફિકેશન આપ્યું હતું. હાલના સમયમાં મોદી સરકારના નિર્માણ કાર્ય કરનારી સૌથી મહત્વની  ટેન્ડર પર કામ કરી રહી છે, જે માર્ચમાં જારી કરવાના હતા. માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉન પૂર્ણ થતાં જ તેમનું કામ શ થઈ જશે.


એક અધિકારીએ કહ્યું કે, આઈડિયા માત્ર એવો છે કે કોઈ રીતે ઈકોનોમીને સ્ટાર્ટ કરી શકાય. એવામાં એ પ્રોજેકટસ દ્રારા એ વિસ્તારોમાં કામ કરી શકાય એમ છે, યાં હજુ કોરોના વાયટરસનું સંક્રમણ નથી. જેનાથી રોજગાર શ થશે અને ગરીબના હાથમાં પૈસા આવશે.


એક બીજુ પગલું એ છે કે આદિવાસી બાબતોના મંત્રાલયો એ જિલ્લામાં સ્કૂલ બનાવાના છે, યાં આદિવાસી વસ્તી વધુ છે. આશા વ્યકત કરાઈ રહી છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ તરત આ વિસ્તારમાં કામ કરવામાં આવશે. આ રીતે સરકાર તરફથી તમામ મંત્રાલયોએ કહ્યું કે તેઓ લોકડાઉન બાદ કામ શ કરવાના વિકલ્પો પર નજર કરશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application