કોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર

  • March 10, 2021 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં રોજ રોજ 500થી વધુ નવા કેસ નોંધાય છે જ્યારે અમદાવાદ, સુરત, વડોદરામાં 100થી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ સ્થિતિમાં આણંદ જિલ્લાના સારસા ગ્રામ પંચાયતે એક ઉમદા કામ કર્યું છે. 

 

 

 

સારસા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે નિર્ણય લેવાયો છે કે ગામમાં આગામી 16 માર્ચ સુધી લોકડાઉન રહેશે. આ લોકડાઉન ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જાહેર કર્યું છે. અહીં જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાને 11 કલાક સુધી ખુલ્લી રાખવામાં આવે છે. આ દુકાનોએ પણ લોકોને ભીડ એકત્ર કરવાની મનાઈ ફરમાવી છે અને માસ્ક પહેરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

 

 

લોકડાઉનનો આ નિર્ણય ગ્રામ પંચાયતે અગમચેતીના ભાગરૂપે લીધો છે જેથી જે રીતે મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ સારસામાં કોરોનાના કેસ વધે નહીં. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS